________________ (104) શ્રી મુનિપતિ ચરિત્ર બહુ પશ્ચાતાપ કરવા લાગી. માટે હે કુંચિક! હારે પણ અમારે માથે આવું કલંક મૂકીને પાછળથી પસ્તાવું પડશે. કુંચિકે કહ્યું –“મુનિ ! તમે પામર (દરિદ્રી) સમાન જણાઓ છે.” તેવારે મુનિએ પૂછ્યું - એ દરિદ્રી કોણ હતા? ત્યારે કુંચિકે કહ્યું-કોઈ એક મહા અરણ્યમાં મદોન્મત્ત એવો યુથાધિપતિ ગજરાજ રહેતો હતો. એકદા અટવીમાં ફરતા એવા તે હાથીને પગમાં ખેરના કાષ્ટને ખીલ વાગ્યો, તેથી તે મહા વેદનાને લીધે ચાલવાને પણ અશક્ત થયે; તે જોઈને તેની બુદ્ધિવંત હાથણીએ દયાથી કોઈ એક ધાન્યના ક્ષેત્રમાં સુતેલા પુરૂષને સુંઢવડે ઉપાડીને ત્યાં હસ્તિ પાસે લાવી. હસ્તિએ તેને પગ દેખાડ્યા, એટલે તેણે છરીવડે ચામડી કાપીને તેમાંથી ખીલે કાઢો. આમ કરવાથી હસ્તિ સાજો થચે, તેથી તેણે ઉપકારનો બદલે વાળવા પેલા પુરૂષને મુક્તાફળ તથા દાંતને સમહ બતાવ્યો. પછી તે પુરૂષ પોતાથી ઉપાડી શકાય તેવડો ગાંસડો બાંધી પોતાને થાનકે ગયે ને હસ્તિ પણ અટવીમાં ચાલ્યો ગયો. - હવે પેલે દરિદ્રી માણસ કે જે મુક્તાફળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust