Book Title: Munipati Charitram
Author(s): Maganlal Hathisang Shah
Publisher: Maganlal Hathisang Shah

View full book text
Previous | Next

Page 107
________________ શ્રી મુનિયતિ ચરિત્ર. (100) વતે જોઈને નિપુણ સારિકા મહટાસ્વરથી શે૨ કરીને કહેવા લાગી:–“અરે મુઢ! તું વારંવાર અમારા સ્વામિના ઘરમાં કેમ આવ્યા કરે છે? જો તું જીવિતની ઇચ્છા રાખતા હોય તો હવે પછી આ અમારા રવામિના ઘરમાં આવીશ નહીં.” આ પ્રમાણે સારિકા પેલા પુષ્પબટુકને કહેતી હતી, એવામાં પોપટે તેણને નિવારીને કહ્યું –“હે પ્રિયે! જો તું સ્વામિનું હિત ઇચ્છતી હોય તે મૈન રહે, અને જે થાય તે જોયા કર. કારણ આ પુષ્પબટુક શેઠની પ્રિયા વજનને ઘણો વહાલે છે, માટે હવે ત્યારે જીવિતની ઈચ્છાથી તે જારપુરૂષને પિતા સમાન જાણવો. અન્યથા વજા તને મારી નાંખશે.” પોપટનાં આવાં વચન સાંભળી સારિકાએ કહ્યું -" અરે પાપિષ્ટ પેટ ! તું પણ ખરેખરો કતની દેખાય છે કે જે પિતારૂપ સ્વામિના ઘ૨માં આયા થતા અનાચારની પણ ઉપેક્ષા કરે છે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે, તું સ્વામિના કરતાં પણ પોતાના જીવિતને વધારે પ્રિય માને છે. આ પ્રમાણે શુક સારિકાના થતા સંવાદને સાંભળીને ક્રધાતુર થયેલી વજાએ સારિકાને ગળું મરડીને મારી નાંખી; તે જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118