________________ (100) શ્રી મુનિપતિ ચરિત્ર. જાહેર કરી, તેથી રાજાએ તેને વધ કરવાને આદેશ આપ્યો. તેવારે નાગદત્ત મૃત્યુ પાસે આવ્યું જાણી આગારસહિત અનશન ગ્રહણ કર્યું. એવામાં કેટલાક સુભટેસહિત કોટવાળ ત્યાં આવ્યું, અને નાગદત્તને સ્મશાનભમિપ્રત્યે લઈ ગયો. આ સર્વ વાત નાગવસુએ સાંભળી, તેથી તે જિનપ્રતિમાં આગળ કાયેત્સર્ગ કરી શાસનદેવીને આરાધનાપૂર્વક કહેવા લાગી કે –“હે દેવી ! જો હારે પતિ આ ઉપસર્ગમાંથી છુટશે તેજ હું કાર્યોત્સર્ગ પાળીશ.” હવે અહિં નાગદત્તને રાજાના સેવકોએ શુળી ઉપર ચડાવ્યો એટલે શુળી ભાગી ગઈ, એમ ત્રણવાર થયું. પછી ક્રોધ પામેલા કેટવા. ળે નાગદત્ત ઉપર ખર્કનો પ્રહાર કર્યો, પણ તે તે શાસનદેવીની કૃપાથી પુષ્પની માળા થઈ ગયો! આ વાતની રાજાને ખબર પડી, એટલે તેણે આશ્ચર્ય પામીને નાગદત્તને મોટા ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. અનુંક્રમે રાજ્ય ભૂવનમાં લાવીને પછી રાજાએ તેને કુંડળ સંબંધી ખરી વાત પૂછી, એટલે નાગદત્ત યથાર્થ કહી આપ્યું. તેથી મહા ક્રોધવંત થયેલા રાજાએ કેટવાળને પિતાના દેશમાંથી કાઢી મૂકો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust