________________ (98) શ્રી મુનિપતિ ચરિત્ર, છે. એટલે મુનિએ કહ્યું - “આવું અયોગ્ય ન બેલ, વિવેકવંત માણસે મધ્યસ્થપણાથી બેલવું જોઇએ. વળી વિચાર્યું કર્યું, જૈનમતના શ્રાવક નિભી અને અદત્તાદાન ન લેનારા હો ય છે, તો પછી સાધુપુરૂષ હોય એમાં શું કહેવું. " તે ઉપર નાગદત્તની કથા સાંભળ. વણારશીનગરીને વિષે જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં દત્ત નામે એક મહા ધનવંત શ્રેણી વસતો હતો, તેને ધનશ્રી નામે સ્ત્રી હતી, તેઓને મહા રૂપવંત અને બહેતર કળા ને જાણ એવો નાગદત્ત નામે પુત્ર હતો. એકદા નાગદત્ત જિનમંદિરે જતો હતે, એવામાં તેણે તે નગરીના બીજા પ્રિય મિત્ર નામના શ્રેષ્ટીની નાગવસુ નામની કન્યાને દીઠી; તેથી તે તેણી ના ઉપર આશક્ત થયો. નાગવસુ પણ નાગદત્તને જોઈ તેના ઉપર રાગવાળી થઈ. પછી તેણીએ ઘરે આવીને સર્વ વાત પિતાને જાહેર કરી, એટલે પ્રધાન દત્તષ્ટિને ત્યાં આવીને કહે વા લાગે –“મહારે હારી નાગવસુકન્યા નાગદત્તને પરણાવવી છે.” તેવારે નાગદત્તે કહ્યું:“મહારે દિક્ષા લેવી છે, માટે હું પાણગ્રહણ કરવાને નથી. " નાગદત્ત આ પ્રમાણે કહ્યા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust