________________ ( 80) શ્રી મુનિપતિ ચરિત્ર, ચંડાળે કહ્યું –“હે રાજેદ્ર! આપની પુત્રી હા 2 મેતાર્યપુત્રને પરણાવો. * ચંડાળનાં આવાં વચન સાંભળી શ્રેણિક રાજા આશ્ચર્ય પામ્યો. 5 છી અભયકુમારે ચંડાળને પૂછયું -“તું આ ૨ને કયાંથી લાવે છે? રાંડાળે કહ્યું -“મહારે ત્યાં એક બેકડે છે, તે વિષ્ટાને સ્થાનકે રત્નો કરે છે. ત્યારે અભયકુમારે કહ્યું –“જો તું એ બેકડ રાજાને આય, તે રાજા પોતાની પુત્રી હારા પુત્રને પરણાવશે.” ચંડાળે તે વાત કબુલ કરીને તે બેકડે રાજાને આપે; ત્યાં તે બેકડે મહા દુર્ગધી વિષ્ટા કરવા લાગ્યો. તેથી ફરીથી તેને ચંડાળને ઘરે બાંધ્યો, ત્યાં તે પાછો રત્નો કરવા લાગ્યા. તે ઉપરથી અભયકુમારે દેવપ્રયાગ જાણીને ચંડાળને કહ્યું –“જો તું રાજગૃહનગરનો કિલ્લો સુવર્ણને બનાવી આપ, વૈભારગિરિનો રસ્તો સુગમ બાંધી આપ, અને ક્ષીરસમુદ્રના જળથી હારા પુત્રને નાન કરાવ્ય, તો પછી રાજા પોતાની પુત્રી હારા પુત્રને પરણાવશે.” * ચંડાળે તે વાત કબુલ કરી એક રાત્રીમાં દેવની સહાયતાથી તે ત્રણે કાર્ય કરી આ પ્યાં, એટલે શ્રેણિક રાજાએ બીજે દિવસે મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust