________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 85) ચિકે કહ્યું –“હે સાધો ! તમે મેતાર્યમુનિ સમાન નથી, પરંતુ સુકુમાલિકાના જેવા દેખાઓ છે. તેવારે મુનિ પતિએ પૂછયું-“એ સુકુમાલિકા કોણ હતી ?" ત્યારે કુંચિકે કહ્યું - વસંતપુર નામના નગરમાં જિતશત્ર નામે રાજા રાજ્ય કરતો હતો, તેને સુકુમાલિકા નામે અત્યંત મનોહર રૂપવાળી રાણી હતી, તેથી સુખેથી પ્રજાનું પાલન કરતા એવા તે રાજાયે તેના રૂપમાં મેહ પામી રાજકાર્ય ત્યજી દીધું, અને રાત્રી દિવસ અંતપુરમાં તેની પાસે જ રહેવા લાગ્યો. પ્રધાને રાજકાર્ય વિનાશ થતું જોઈને રાજાને ઘણો સમજા વ્ય, પણ તે વૃથા થયું તેથી તેણે રાજપુત્રને રાજ્યાસને બેસાર્યો. વળી સર્વ પરિજનોએ એક મત થઈને મદિરાથી મદોન્મત્ત થએલા તે રાજા રાણીને કોઇએક મહા અરણ્યમાં કાઢી મૂકયાં, “અહો ! કેવું સ્વજનોનું સ્વાર્થપણું અને સ્ત્રીને સ્વાધિન થનારની સ્થિતિ.” પછી મદિરાને કેફ ઉતરી જવાથી સાવધ થએલે રાજા વિચાર કરવા લાગ્યા કે, હું સ્ત્રીલ પટ થયો તેથી જ પ્રધાન વિગેરે સર્વે માણસોએ મને કાઢી મૂક્યો છે, એમ ધારીને તે દંપતિ ઉત્તરદિશા તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust