________________ શ્રી નિપતિ ચરિત્ર. (87 ) તાના મધુરશબ્દથી ગાયન કરતો હતો, તેને જોઈને રાજાએ કહ્યું –અરે ખંજ! તું મારે ઘરે રહીશ ? હું તને ભેજન આપીશ. પાંગળે હા કહેવાથી રાજા તેને પોતાને ઘેર તેડી ગયે. પછી તે ભજન કરો અને મધુર સ્વરથી ગાયન કરતછત સુખેથી રહેવા લાગ્યો. એક દિવસ તેના મધુર ગાયનથી અનુરક્ત થએલી રાણી વિચાર કરવા લાગી કે –“જે રા જ મૃત્યુ પામે તે હું આ પાંગળાને મહારે ચારપતિ બનાવું? એવામાં વસંતઋતુ આવવાથી તે નગરીને રાજા અનેક નાગરીકજનો સાથે ક્રિડા કરવા સારૂ વનમાં ગયે, તે વખતે જિ તશત્રુ અને સુકુમાલિકા એ બન્ને જણ પણ ક્રિડા કરવા સારૂ વનમાં ગયાં ત્યાં સુકુમાલિકાએ પતિને કહ્યું -“હે સ્વામિન! આપણે વહાણુમાં બેશી ગંગાનદીમાં રમવા જઇએ.” રાજાએ તેમ કરવાથી રાણીએ તેને ધ મારીને ઉંડા પાણીમાં નાંખી દીધો. પછી તેણે ઘરે આવી પેલા પાંગળાને પતિપણે સ્વિકાર્યો. ધિક્કાર છે તે સ્ત્રીઓની ક્રરતાને! કે જેણે પાણીને બદલે પોતાનું રૂધિર પાયું, અને ભેજનને બદલે પોતાનું માંસ ખાવા આપ્યું. વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust