________________ ( 8 ) શ્રી મુનિપતિ ચરિત્ર. ચાલ્યાં. આગળ જતાં રાણીને તૃષા લાગી, તેથી તેણીએ રાજા આગળ પાણી માગ્યું. રાજાએ પાણીની ઘણી શોધ કરી, પરંતુ કોઈ ઠેકાણેથી પાણી મળ્યું નહીં; તેથી તેણે પોતાના શરીરમાંથી રૂધિર કાઢીને રાણીને પાયું. વળી આગળ ચાલતાં રાણીને ક્ષુધા લાગી, એટલે રાજાએ પો. તાની જાંગમાંથી માંસ કાઢીને તેણીને ખાવા માટે આપ્યું અને પ્રિયાને તૃપ્ત કરી. “ધિકાર છે કામીપુરૂષાના પરવશપણાને! અને સ્ત્રી જાતિની હલકાઈને ! આગળ ચાલતાં તે બજ અનું ક્રમે વણારશીનગરીએ આવી પહોંચ્યાં, ત્યાં રાજાએ પોતાના અંગનું આભૂષણ વેચીને એક ઘર ભાડે રાખ્યું. વળી તેણે વેપાર કરવા ને માટે એક દુકાન લીધી, અને ત્યાં સુખેથી વેહેર કરવા માંડ્યા. આ પ્રમાણે તે સ્ત્રી પુરૂષ બન્ને જણાં સુખેથી ત્યાં રહેવા લાગ્યાં. એકદા મધ્યાન્હ રાજા ઘરે ભેજન કરવા આવ્યું, ત્યારે રાણી કહેવા લાગી:–“હે સ્વામિન્! મને અહિં ઘરમાં એકલા રહેતાં દિવસ વર્ષ સમાન થાય છે, માટે કોઈ ચાકરને લાવી આપે.” રાણીનાં આવાં વચન સાંભળી રાજા દુકાને ગયે, ત્યાં કેએક પાંગળા માણસ પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust