________________ - ~ (90 ) શ્રી મુનિપતિ ચરિત્ર. રથી હારી તુષાની, અને જાંગના માંસથી શુ ધાની નિવૃત્તિ કરી, તેવા સરળ સ્વભાવવાળા પતિને ગંગાનદીમાં નાંખી દઈને હવે તું પતિવ્રતાપણું પાળવા નિકળી છું? હું તને સારી " રીતે જાણું છું; પરંતુ સ્ત્રી જાતિ અવશ્ય હોવાથી છોડી મુકું છું.” એમ કહીને રાજાએ તેનું ચરિત્ર લોકમાં પ્રસિદ્ધ કરીને તેણીને દેશપાર કાઢી મૂકી. અને તે ભાગ્યોદયથી પ્રાપ્ત થએલા રાજ્યને સુખેથી જીવિતપર્યત ભગવ્યું. કુંચિકષ્ટિ મુનિ પતિ સાધુને કહે છે કે - “હે મુને ! જેવી રીતે સુકુમાલિકા સ્ત્રી પોતાના પ્રાણનું રક્ષણ કરનાર પતિને પણ ગંગાનદીમાં નાંખી દઈને કૃતન થઈ, તેમ તમે પણ ચાર માસ સુધી ભક્તિ કરનાર એવો જે હું, તેનું દ્રવ્ય હરણ કરીને કૃતન થયા.” તેવારે મુનિએ કહ્યું–“હે કુંચિક! તું મને તેના જે ન જા૭. સાધુપુરૂષ તે ભદ્રવૃષભ જેવા હોય છે. તેનું દ્રષ્ટાંત સાંભળ. - ચંપાનગરીને વિષે મહેશ્વરદત્ત નામે એક વણિક રહેતો હતો. એકદા તેણે એક ન્હાના વાછરડાને આંકીને ધર્મ નિમિત્તે ગાયોના ટો|ળામાં મૂકી દીધો. પ્રતિદિન ગાયોના ટોળાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust