________________ શ્રી મુનિપતિ ચરિત્ર (91) સાથે વનમાં ચરવા જતા એ તે વાછરડો અનુંકમે યુવાવસ્થા પામ્ય, તેવારે હષ્ટ પુષ્ટ શરીરવાળે અને મહા બળવંત એ તે સાંઢ બીજા સર્વ સાંઢને જીતીને ટોળાનો અધિપતિ થઈ નિર્ભયપણે વનમાં ફરવા લાગ્યો. એક દિવસ ભાગ્યયોગે ભદ્રકપરિણમી શ્રાવકના ઉ. પદેશથી તે સાંઢ ભદ્રકસ્વભાવી થયો. વળી તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થવા લાગ્યો, એટલે ગાયના સમૂહને વનમાં મૂકીને પોતે નગરમાં આ વ્યો પરંતુ ત્યાં કેઈને ઉપદ્રવ ન કરતાં છતાં સરલ સ્વભાવથી ફરવા લાગ્યો. તે એ શાંત થઈ ગયા કે કોઈ તેને લાકડીનો પ્રહાર કરે, તો પણ તે કાંઈ બોલે નહીં. લકે પણ તેને ભદ્રક પરિણામી થયેલે જાણીને ઉપદ્રવ કરતા બંધ થયા; તેથી તે વૃષભ નગરને વિષે ભદ્રક એવા નામથી પ્રસિદ્ધ થયે. - હવે તે નગરને વિષે નવતત્વને જાણ, શિળવ્રતને ધારણહાર, જિનવચનો જાણે, અગ્યાર પડિમાનો વહેનાર,શુદ્ધ દેવ, ગુર અને ધર્મનો ભક્ત, પિષધ પ્રતિક્રમણ કરનાર, એવો જિનદાસ નામને એક શ્રાવક વસતે હવે, તેને કુલટા સ્ત્રીઓમાં અગ્રેસર એવી ધનશ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust