________________ ( 84 ) શ્રી મુનિપતિ ત્રિ. રીને તત્કાળ કેશનો લેચ કરીને સિાએ મુનિનો વેશ ધારણ કર્યો. એટલામાં શ્રેણિક રાજાએ લેકોના મુખથી એ વાત સાંભળી, તેથી અત્યંત ક્રોધાયમાન થએલા તેમણે સાનને સહકુટુંબ પકડી લાવવાને સુલટ મોકલ્યા. પછી સુભા સહિત ૨ાજસભામાં ગએલે મુનિના વેશધારી સુવર્ણકારના કુટુંબે રાજાને ધર્મલાભ દીધો, તે જોઈને શાંત થયો છે કેપ જેનો એવા શ્રેણિક રાજાએ કહ્યું-“તમોએ મૃત્યુના ભયથી અત્યારે સાધુપણું અંગિકાર કર્યું છે, તો હવે તેને સારી રીતે પાળજે. પણ જે દિક્ષાને ત્યજી દેશે, તે હું તમારો સહકુટુંબ નાશ કરીશ.” આ પ્રમાણે આજ્ઞા કરીને શ્રેણિક રાજાએ તેમને વિદાય કર્યા. પછી શ્રેણિક રાજાએ મેતાર્યમુનિના દેહની પાસે આવી તેમના ગુણેનું સ્મરણ કરી ભક્તિપૂર્વક નમન કરતાં છતાં તેમના દેહની ' અંતક્રિયા કરી. | મુનિપતિસાધુ કુંચિકશ્રેષ્ટિને કહે છે કે –“હે કુંચિક! મુનિઓ આવા નિર્લોભી હોય છે, માટે તેઓ પ્રાણાતે પણ કોઈનું કાંઈ પણ લેતા નથી, તેમ બીજાનું નામ પણ કહેતા નથી, માટે તું મ્હારા ઉપર બેટી શંકા ન લાવ્ય.” ત્યારે કું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust