________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (99 ) ર્યને એકાંતમાં તેના મિત્ર દેવતાએ ફરીથી પ્રગટ થઈને કહ્યું - “કેમ શે વિચાર છે? દિક્ષા લેવી છે કે નહીં?” મેતા કહ્યું - “તું કોણ છે? કે વારંવાર મને દિક્ષા લેવાનું કહે છે?” પછી દેવતાએ તેના પૂર્વભવનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે ઉપરથી મેતાર્યને તિક્ષ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પિતાને પર્વભવ દીઠે, તેથી તે દેવને કહેવા લાગે - “હે મિત્ર ! તેં મને સર્વ નગરમાં વગેવ્યો છે તે હવે હું આવી અપમાનવાળી સ્થિતિમાં દિક્ષાને શી રીતે લઈ શકું? માટે જે તું મારું કલંક દૂર કરી મને શ્રેણિકરાજાની પુત્રી સાથે મોટા ઉત્સવપૂર્વક પાણીગ્રહણ કરાવીશ તે પછી હું ચારિત્ર અગિકાર કરીશ.” દેવે તે વાતની હા કહીને પછી તેને એક બેકડો આપે, તે બેકડે વિષ્ટાને થાનકેથી રત્નોને કાઢવા લાગ્યો; તેનો થાળ ભરીને દેવપ્રેરિત એવા મેતાર્યને પિતા (ચંડાળ) દરરોજ શ્રેણિક રાજાને ભેટ આપવા લાગ્યો. એકદા શ્રેણિક રાજાએ કહ્યું –“હે ચંડાળ ! ત્યારે શું કાર્ય છે કે જેથી પ્રતિદિન આ પ્રમાણે રત્નોના થપળની ભેટ આપી જાય છે?” ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust