________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 77 ) પાસે અભ્યાસ કરતો કરતો તે હેતેર કળાને જાણ થયે, અને વૈવનાવસ્થા પામ્યો એટલે એ ષ્ટિએ તેને કુળવંત એવી આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. આ વખતે પૂર્વભવના મિત્રદેવે ઉપયોગથી જોયું તો પોતાના મિત્ર મેતાર્યને માટે સંસાર પરિભ્રમણના મૂળરૂપ પાણીગ્રહણ કરવાની તિયારી થઈ રહી હતી, તેથી તેને પ્રતિબોધ ક. રવાને અર્થે ત્યાં આવીને એકાંતમાં મેતાર્યને કમ હેવા લાગ્યો કે –“હે મેતાર્ય! લ્હારા પર્વભવનો હું મિત્ર છું, અને હારા કહેવાથી જ હું તને પ્રતિબોધ કરવાને અહિં આવ્યો છું; માટે હવે તું સંસારનો ત્યાગ કરી જિનેશ્વરનિરૂપિત ધમને અંગિકાર કરી દિક્ષા ગ્રહણ કર.” તેવારે મેતાર્યે કહ્યું –“દિક્ષા ગ્રહણ કરવાની ઈચછા હું કરતો નથી.” એવાં મિત્ર મેતાર્યનાં વચન સાંભળી દેવ વિચાર કરવા લાગ્યા કે, દુઃખ પામ્યા શિવાય એ મહારું કહેવું માનશે નહીં. એમ ધારી તેણે મેતાર્યને ખરે પિતા જે ચંડાળ હતા, તેના શરીરમાં પ્રવેશ કર્યો; તેથી તે ચંડાળ રૂદન કરવા લાગ્યો. તે જોઈને તેની સ્ત્રીએ. કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું-“આ નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust