________________ શ્રી મુનિપતિ ચરિત્ર ( 5 ) કાળાંતરે તે બન્ને જણ મૃત્યુ પામીને સ્વર્ગમાં મિત્રદેવતા થયા. એકદા મહાવિદેહક્ષેત્રમાં વિચરતા એવા શ્રી મહાવીર પ્રભુ પાસે જઈને તે બન્ને દેવતાએ નાટક કરીને પ્રભુને પૂછયું -“હે ભગવંત! અમારા બન્નેમાં કેણુ સુલભાધી અને કોણ દુર્લભબધી છે? વળી પ્રથમ કોણ આવશે? તે વારે ભગવંતે ઉત્તર આપ્યો કે –“પુરેહિત પુત્રનો જીવ દુર્લભબોધી છે, અને પ્રથમ ચવનાર પણ તેજ છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી બન્ને દેવતા પોતાને સ્થાનકે ગયા. પછી પુરોહિતના પુત્રનો જીવ જે દેવતા હો તે, રાજપુત્રના જીવરૂપ જે દેવતા હતા તેને કહેવા લાગ્યા કે:-“હે બંધ ! હું ત્યારથી પ્રથમ ચવીશ, વળી દુર્લભબધી પણ હુંજ છું; માટે સ્વારે જ્યાં જન્મ થયો હોય ત્યાં ત્યારે આવીને મને પ્રતિબંધ કર.” પછી પુરેહિતના પુત્રનો જીવ સ્વર્ગથી ચવીને રાજગૃહનગરમાં દુર્ગછાકર્મના દોષથી ચંડાલને ઘરે ઉત્પન્ન થયો. - હવે તેજ નગરમાં ધન નામે એક શ્રેષ્ટિ વસે છે, તેની ભદ્રા નામની સ્ત્રીને અને આ ચંડાલની સ્ત્રીને સખાભાવ હતો જે સમયે ચંડાલની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust