________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 3) સાધુએ કહ્યું-“હું નૃત્યકળા જાણું છું, પરંતુ જે તમે વાછત્ર વગાડે તે હું પ્રેમથી નૃત્ય કરૂં. તેવારે તે બન્ને પુત્ર મુનિને એકાંતઆવાસમાં લઈ ગયા, ત્યાં તેઓએ વાજીંત્ર વગાડવા માંડ્યાં, પણ અજ્ઞાનતાને લીધે વારંવાર ભૂલવા લાગ્યા તેથી મલ્લવિદ્યામાં કુશળ એવા સાધુએ કૅધ કરીને તે બન્ને પુત્રોનાં અંગોપાંગને ઉતારી નાંખ્યાં. પછી તે મુનિ ઉદ્યાનમાં આવી કાર યેત્સર્ગે રહ્યા. - હવે ભજનને અવસરે રાજાએ કુમારને બેલાવવા સારૂ સેવકોને મોકલ્યા, પરંતુ તેમણે તે ચેષ્ટારહિત એવા કુમારને જોઇને રાજા પાસે આવી સર્વે હકીકત નિવેદન કરી; એટલે રાજાએ ત્યાં આવીને જોયું તો ચેષ્ટારહિત એવા બન્ને કુમારને પૃથ્વિઉપર પડેલા દીઠા. તેવારે આ મુનિઓને કરેલા ઉપસર્ગનું કારણ છે.” એમ નિશ્ચય કરીને રાજા તથા પુરોહિત ઉઘાનમાં મુનિ પાસે ગયા, ત્યાં જઈને જુએ છે તો પોતાના સહેદરભાઈ (સાગરચંદ્ર) ને મુનિપણે કાયોત્સર્ગમાં ઉભા રહેલા દીઠા એટલે તેમણે વિનયપૂર્વક વંદના કરી. પછી મુનિએ કાયોત્સર્ગ પારી ઉપાલંભ (ઠબકા) સહિત કહ્યું - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust