________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (71 ) માતાના પુત્રને ન્હાના જાણી તેમને વહેંચી આપ્યો, તે ખાવાથી બન્ને ભાઈઓને વિષ ચડી ગયું; તેથી સાગરચંદ્રરાજા આશ્ચર્ય પામ્યો. પછી મણીને પ્રક્ષાલન કરી તે પાણી પાઈને બન્ને ભાઈઓને વિષરહિત કર્યા. પછી ઘરે આવીને રાજાએ ધાત્રીને પછયું-એ મેદક વિષયુક્ત કયાંથી થયો?” ધાત્રીએ ઉ. ત્તર આપ્યો:–“તમારી અપરમાતા પ્રિયદનાએ એ મોદકને થોડા વખત પોતાના હાથમાં રાખ્યો હતો, એ વિના બીજું હું જાણતી નથી.” તેવારે રાજાએ વિચાર્યું કે હારી અપરમાતાએ રાજ્યના લેભને લીધેજ નિશ્ચય મહારા ઉપર વિષપ્રયોગ કરેલે જણાય છે. તેથી તેણે પ્રિયદર્શનાને ઠપકો આપીને કહ્યું“હે પાપિષ્ટ ! પ્રથમ જ્યારે હું હારા પુત્રોને રાજ્ય આપતો હતો ત્યારે તેં શામાટે ના કહી હતી, અને હમણાં હારા પુત્રોને રાજ્ય અપાવવા સારૂ લેભથી આવું અગ્યકર્મ કરવા તત્પર થઈ ? હું આજદિન સુધીમાં કોઈપણ પુન્ય ઉપાર્જન કરી શક્યો નથી, તેથી જે હારા વિષપ્રયોગથી મૃત્યુ પામ્યો હોત તો મારી શી ગતિ થાત ?" આ પ્રમાણે કહીને રાજ્યથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust