________________ . ( ર ) શ્રી મુનિપતિ ચરિત્ર નિસ્પૃહ એવા તેમણે પ્રિયદર્શીનાના પુત્ર ગુણ ચંદ્રને રાજ્ય સોંપી, જિનમંદિરને વિષે મહાસવપૂર્વક સ્નાત્ર પૂજાદિ કરાવી, યાચકને દાન આપી, ગુરૂ પાસે દિક્ષા ધારણ કરી. અનુક્રમે તે ગિતાર્થ થયા. - એકદા ઉજ્જયિની નગરીથી બીજા કેટલાક સાધુઓ ત્યાં આવ્યા, તેમને આચાર્ય મહારાજે ત્યાંના કુશળ સમાચાર પૂછશે. ત્યારે સાધુઓએ કહ્યું –“અમને સર્વ પ્રકારે કુશળ વર્તે છે, પરંતુ ત્યાં રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર સાધુઓને ઉપસર્ગ કરે છે. તેઓનાં આવાં વચન સાંભળી સાગરચંદ્રમુનિ આચાર્યને કહેવા લાગ્યા -“જે આપની મરજી હોય તે હું ત્યાં જઈ તેમને પ્રતિબંધ દઉં.” પછી ગુરૂની આજ્ઞા લઈ સાગરચંદ્રમુનિ તે બન્ને પુત્રોને પ્રતિબધ દેવા સારૂ ઉજ્જયિની નગરી પ્રત્યે આવ્યા. ત્યાં ગેચરીને અવસરે રાજ્યભુવનમાં ગયેલા તેમણે ભેજનગૃહમાં જઈને ઉંચા શબદથી ધમલાભ કહ્યા. આ શબ્દો સાંભળીને રાજપુત્ર તથા પુરોહિતપુત્ર એ બન્ને જણે તત્કાળ - જનગૃહમાં આવ્યા, અને મુનિને કહેવા લાગ્યા“હે સાધે! તમને નૃત્ય આવડે છે?” ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust