________________ (70) શ્રી મુનિપતિ ચરિત્ર. ળાંતરે ચંદ્રવતંસારાજા મુત્યુ પામ્યો એટલે સા. ગરચંદ્ર રાજ્યાસનઉપર બેઠે; અને તેનો લ્હાને ભાઈ ઉજજયિનીને રાજા થયે . એકદા સાગરચંદ્રભૂપતિએ પોતાની ધાર ત્રીને કહ્યું –“આજે મહારા સર્વ બંધુએ સહિત વનમાં અશ્વક્રિડા કરવા, જઉં છું માટે તું અમારા સારૂ સુંદર માદક બનાવીને વનમાં લાવજે.” આ પ્રમાણે ધાત્રીને કહી સાગરચંદ્ર ભૂપતિ પોતાના બંધુઓસહિત અશ્વક્રિડા કેરવાસારૂ વનમાં ગયો. પછી ધાત્રી સુંદર મેદક બનાવી વનમાં જવા સારૂ નિકળી. એવામાં તેણીને રસ્તે પ્રિયદરનાએ દેખીને પૂછયું-“ધા ત્રી! તું ક્યાં જાય છે અને આ હાથમાં શું છે?” તેવારે તેણીએ સર્વ વાત પ્રિયદર્શનાને કહી; એટલે અપરમાતા પ્રિયદર્શનાને ઈર્ષ ઉત્પન્ન થઈ, તેથી તેણીએ કપટ કરી ધાત્રી પાસેથી મેદકને જેવા સારૂ માગ્યો, ધાત્રીએ તે આપ્યો, એટલે પ્રિયદર્શનાએ પોતાના હાથમાં લેઇ પ્રથમ વિષયુક્ત કરી રાખેલે ધાત્રીને પાછો આપે. આ કપટ ધાત્રીના જાણવામાં આવ્યું નહીં. પછી વનમાં ગયેલી ધાત્રીએ તે મોદક રાજાને આપે, રાજાએ પણ પોતાની અપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust