________________ wommune શ્રી મુનિપતિ ચરિત્ર. (69) મહટા ભાઈએ કહ્યું - “ઉપગાર પાત્રઉપર કરો, પરંતુ કુપાત્રઉપર કરવો નહીં.” આમ મહેટા ભાઈએ ઘણું કહ્યું પણ ન્હાનાએ માન્યું નહીં, ને તે સિંહના નેત્રમાં સિદ્ધાંજન - જવા ચાલ્યા તેથી હેટ ભાઈ એક મોટા વૃક્ષઉપર ચડી ગયો. પછી સિદ્ધાંજન આંજવાથી દેખતા થએલા સિંહે (ઘણા દિવસને ભૂખ્યો હોવાથી) પોતાની પાસે ઉભેલા પેલા હાના ભાઈને મારીને ભક્ષણ કર્યો. માટે હે મુને ! જેમ સિંહ પોતાને ઉપગાર કરનારને અપકારી થયો, તેમ તમે પણ મહારૂ દ્રવ્ય હરણ કરી હારે અપકાર કરનાર થયા છે. મુનિપતિએ કહ્યું –“હે શ્રાવક! આમ બેલવું તને યોગ્ય નથી, કારણ સાધુપુરૂષો તો મેતાર્યમુનિની પેઠે વાંછારહિત હોય છે. તેવારે કુંચિકે પૂછયું –એ મેતાર્યમુનિ કોણ હતા? ત્યા રે મુનિપતિએ કહ્યું –સાંભળ. સાકેતપુરનગરમાં ચંદ્રાવતં સકરાજા રાજ્ય કરતો હતો. તેને સુદ ના અને પ્રિયદર્શના નામે બે સ્ત્રીઓ હતી, તેને માં સુદર્શનાને સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો હતા, તથા પ્રિયદર્શનાને પણ ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો હતા કા P.P. Ac. Gunratnasuri M.S.