________________ શ્રી મુનિત ચરિત્ર. (67). થવાથી અભયકુમાર પિષધ પી ગુરૂને વંદન કરવા સારૂ બહાર ગયો, ત્યાંતો ગુરૂના કંકમાં હાર જોઈ વિચાર કરવા લાગ્યો કે, સાધુઓ જે ભયાદિ વચને કહેતા હતા તેનું ખરું કારણ આ ગુરૂ મહારાજના કંઠનો હાર છે. ધન્ય છે આવા વાંછારહિત મુનિઓને આ પ્રમાણે ભાવના , ભાવતા એવા અભયકુમારે ગુરૂના કંઠમાંથી હાર ગ્રહણ કરીને શ્રેણિક રાજાને આપ્યો; તેથી ; તે શ્રેણિકમહારાજા અત્યંત આનંદ પામ્યા. . ! ન હવે મુનિપતિસાધુ કહે છે કે –“હે કુંચિક શ્રાવક! સાધુપુરૂષો તે આ પ્રકારે લેભરહિત હોય છે, તે તે પારકું દ્રવ્ય શામાટે ગ્રહણ કરે? છે તેવારે કુંચિકશેઠે કહ્યું –“એવા લેભરહિત સાધુ તે બીજા હોય છે, પણ તમે તેના સરખા દેખાતા નથી, પરંતુ તમે તે સિંહ સરખા દે. ખાઓ છે.” ત્યારે મુનિપતિએ પૂછયું -“હે કુંચિક! તે સિંહ કોણ હતો? તે કહે.” કુંચિકે કહ્યું -“હે મુનિ! વણારસીનગરી માં જિતશત્રનૃપતિ રાજ્ય કરતો હતો, તેની પાસે એક ઉત્તમ વૈદ્ય રહેતું હતું, તેને બે પુત્રો હતા, પરંતુ તેઓ વિદ્યાહિન અને મૂર્ખ હતા. અન્યદા વૈદ્ય મૃત્યુ પામવાથી રાજાએ તેનું પદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust