________________ શ્રી નિપતિ ચરિત્ર, લેકકાળ સંસારસુખ ભેગવી ફરીથી પાછો ઉજજયિનીમાં આવ્યો. ત્યાં પ્રથમ માતાપિતાને - વંદન કરીને પછી સ્ત્રીને ઘેર ગયો, એટલે તે તે કુલવધુ ઘણું સ્નેહથી મહારા સામી આવી આદરસત્કાર કરવા લાગી. પછી તેણી એ મને વિ. લંબ થવાનું કારણ પૂછ્યું. એટલે મેં ઉત્તર આપ્યો કે –“હે પ્રિયે! હું ત્વારા કહેવાઉપરથી મૃદમૃચ્છનું માંસ લેવા ગયો હતો, પરંતુ તે કાર્ય સિદ્ધિ નહિ થતાં ઘણા દિવસ નિર્ગમન થઈ ગયા છે. વળી હું લ્હારા અપૂર્વ સ્નેહને લી. ઘેજ અહીં પાછો આવ્યો છું.” મ્હારાં આવાં વચન સાંભળી હર્ષવંત થએલી તેણીએ કહ્યું - “પ્રાણનાથ! આપ ક્ષેમકુશળ ઘેર આવ્યાં, એજ હું અપૂર્વલાભ માનું છું. . . આવી રીતે હું દિવસ નિર્ગમન કરતા હતા, એવામાં મ્હારી સ્ત્રી મહારે પૂર્ણ પ્રેમ ને જાણીને નિત્ય પ્રથમ બનાવેલા ઉત્તમ ભેજનથી પેલી વેદિકાનું પૂજન કરી બાકી રહેલું ભેજન મને પીરસતી; તે ઉપરથી મેં જાણ્યું કે, આ મહાર દુષ્ટસ્ત્રી આજસુધી પણ પોતાના યારનો સ્નેહ છોડતી નથી. - એકદા મેં હારી સ્ત્રીને કહ્યું –“હે પ્રિયે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust