________________ (68) શ્રી મુનિપતિ ચરિત્ર બીજા વૈદ્યને ઑપ્યું. તે ઉપરથી અપમાન પામેલા તે બન્ને પુત્રો એક દિવસ રૂદન કરતી એવી પોતાની માતાને પૂછવા લાગ્યા –“માતા ! તમે શા માટે રૂદન કરે છે? તેવારે માતાએ ઉત્તર આપ્યો –હે મM તમારા પિતા વૈદવિદ્યામાં કુશળ હેવાથી રાજાના માનીતા હતા, પરંતુ તે મૃત્યુ પામવાને લીધે રાજાએ તેમનું પદ બીજા વૈદ્યને આપ્યું છે, કારણકે તમે મૂર્ખ રહ્યા છેએ ટલા માટે જ હું રૂદન કરૂં છું” માતાનાં આવાં વચન સાંભળી પુત્રોએ કહ્યું-“હે માત! તમે રૂદન ન કરે, અમે બન્ને ભાઈઓ પરદેશ જઈ વૈદ્યવિદ્યાને અભ્યાસ કરી અમારા પિતાની આજીવિકા ફરીથી પ્રાપ્ત કરીશું. પછી તે મને ન્ને ભાઈઓ ચંપાનગરીને વિષે પોતાના પિતાનો મિત્ર મહાવૈદ્ય રહેતો હતો ત્યાં ગયા, અને વિઘન અભ્યાસ કરી પાછા પોતાની નગરીત- રફ આવતા હતા, એવામાં રસ્તે એક આંધળો સિંહ તેઓની નજરે પડ્યા, તેને જોઈને ન્હાના ભાઈએ મોટા ભાઈને કહ્યું -“હે બંધ ! ગુરૂએ આપણને ઉપદેશ કર્યો છે કે, દિન કે અનાથ જીવઉપર ઉપગાર કરવો; માટે આ નેત્રહિન સિંહને ઉપગાર કરી દેખતે કરીએ.” તેવારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust