________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (3) તેને શાંત કરવાને માટે ઉત્તર આપ્યો કે –“હે રાજન! જે હારી દાસી કપિલા સુપાત્રને દાન આપે, અને કાળકરિઓ પાડાને ન મારે, તો હારી નરકગતિ નિવૃત્તિ પામે.” પછી શ્રેણિકે ઘરે આવી કપિલદાસીને સુપાત્રને દાન આપવાની આજ્ઞા કરી, એટલે તે ણીયે ઉત્તર આપે:-“જે તમે મહારા દેહના કકડે કકડા કરી નાંખશે, તોપણ હું સુપાત્રને દાન આપીશ. નહીં.” પછી કાલકસૂરિ પાસે જઈને તેને પાડાનો વધ કરવાની ના પાડી, પરંતુ તે પણ એ કર્મથી નિવૃત્ત થયા નહીં; એટલે શ્રેણિક રાજાયે ફરીથી પ્રભુ પાસે આવીને કહ્યું –“ભગવન! તેઓ બન્ને જણા મહારે માટે પોતાનું કર્મ છોડતા નથી.” પ્રભુયે કહ્યું - હે રાજન! તેં નરકગતિમાં જવાને માટે નિ. કાચિત આયુષ્ય બાંધેલું છે, તેથી તું રત્નપ્રભાના પહેલા પાથડામાં જઈશ, અને ત્યાંથી ચવીને ઉત્સર્પિણિ કાળમાં પદ્મનાભ નામે મહારા સરખો પ્રથમ જિનેશ્વર થઈશ, માટે તું ખેદ ન કર.” શ્રેણિક રાજા આ પ્રકારનાં શ્રી જિનેશ્વરપ્રભુનાં વચન સાંભળીને ઘણા હર્ષ પાપે, પછી તે પ્રભુને વંદન કરીને નમરતરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust