________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (5) વાનર કહે છે કે –“હે ભાઈ! એક બળવંત વાનરે મને વાનરોના ચૂથમાંથી કાઢી મૂકર્યો છે, માટે તેને મારી મને યથપતિ બનાવ્યું કે જેથી કરીને મારા કરેલા ઉપકારનો તેં બેદલે વાળ્યો કહેવાય. તેનાં આવાં વચનને અંગિકાર કરી જ્યાં વાનર સહિત ચૂથપતિ રહેતો હતો ત્યાં હું ગયો, અને બળવાન વાનર સાથે યુદ્ધ કરી તેને ભ્રષ્ટ કર્યો. પછી મને ઉપકાર કરનાર વાનરને મેં તે રથાનકે સ્થાપ્યો. આ પ્રમાણે હું તે વાનરનો પ્રત્યુપકાર કરીને પછી ગુમરીતે પલ્લી પતિની પાલ તરફ ગયો ત્યાં પલીપતિને મારી હારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને માટે હું મારી દુષ્ટસ્ત્રીને સાથે લઈ ઘેર આવ્યા. | હે અભયકુમાર ! આ પ્રમાણે હારી દુષ્ટ સ્ત્રીનું ચેષ્ટિત જોઈ મને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી મેં ગુરૂ પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણે પર્વે અનુભવ કરેલી હકીકત યાદ આવવાથી નષિધિકાને સ્થાને સદમાં (મહાભય) વર્તે છે, એમ મહારાથી બોલાઈ જવાયું. પછી ત્રીજો પ્રહર થયે એટલે ધનદ નામને ત્રીજે શિષ્ય ગુરૂની વૈયાવચ્ચ કરવા બહાર આવ્યો, તેણે પણ ગુરૂના કંઠમાં હાર દેખીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust