________________ ( 2 ) શ્રી મુનિ પતિ ચરિત્ર. આશક્ત બન્યા જાણી મેં મૃદુપૃચ્છનું માંસ ગ્રહણ કર્યું. પછી જેવો હું ગુપ્ત રીતે દ૨વાજામાંથી બહાર નિકળવા ગયો, એવામાં રક્ષક લકોએ મને પકડ્યા અને તેઓએ મહારી વાત રાજાને નિવેદન કરી. પરંતુ રાજાએ નૃત્ય - વામાં ભંગ પડવાના ભયથી તેઓને કંઈ ઉત્તર આપ્યો નહીં. હું એક બાજુએ ઉભે રહી નૃત્ય જોતો હતો, એવામાં તેણીના નૃત્યથી પ્ર• સન્ન થયેલા શ્રેણિક રાજાએ મગધસેનાને ત્રણ વરદાન માગવાનું કહ્યું પછી મગધસેના મહારા સામી નજ૨ કરીને બેલી:–“અરે! મદુપૃચ્છના માંસનો અભિલાષી! મને જીવિતદાન આપનાર મહારો પ્રાણનાથ કયાં બિરાજે છે” તેણીનાં આવાં વચન સાંભળી મેં કહ્યું –“હે પ્રિયે ! હું અહિંજ બેઠા છે. પછી તેણીએ રાજાને વિનંતી કરી કે –“હે દેવ ! આપે મને આપેલા ત્રણ વરદાનમાંથી એકવડે આ મદુપૃચ્છના માંસને ગ્રહણ કરનારા અપરાધીને મૂકી દે, અને બીજાથી એમ માગું છું કે, તેજ પુરૂષ મહારા પ્રાણપતિ થાય.” રાજાએ તે વાત માન્ય કરી, તેથી હું મગધસેનાને ઘેર ગયે. પછી તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust