________________ (60) શ્રી મુનિપતિ ચરિત્ર. રૂષ અને ગણિકાઓ ક્રિડા કરવા આવી હતી, તેથી હું ત્યાં જવા ઉભો રહ્યો; એવામાં ક્રિડા કરતાંતાં મગધસેના નામની સર્વોત્તમ વે શ્યા પાસેના સરોવરમાં પડી ગઈ, તે જોઇને મેં તત્કાળ તે સરોવરમાં પડી તેને બહાર કાઢી. તેથી તે વેશ્યા પ્રસન્ન થઈ હારી આગળ આવીને કહેવા લાગી –“હે સ્વામિન ! મહા ૫રાકમવંત, ગુણવંત અને પરોપકારી એવા તમેજ મને ઉગારી છે, માટે આપ મહારા ઉપગારી અને જીવિતદાન આપનારા છે; તેથી આજે આ ઉદ્યાનમાં હારી સાથે ક્રિડા કરો.” તેથી હું તે દિવસ ત્યાંજ રહ્યા. પછી મગધસેનાએ મને ઉજજયિની નગરીમાં આવવાનું કારણ પૂછવાથી મેં તેને મહારી સ્ત્રીની સર્વ વાત કહી બતાવી, એટલે તેણીએ મને હસીને કહ્યું કે, “તમે સરલ સ્વભાવવાળા દેખાઓ છે, પણ તમારી સ્ત્રી દુરાચારિણી છે. સ્ત્રીઓનાં ચરિત્ર પુરૂષોથી જાણી શકાય નહીં, કેમકે તમારી સ્ત્રી દુરાચારિણી હોવાથીજ તમને ઘર બહાર કાઢી મૂક્યા છે.” આ પ્રમાણે તેણીએ મને ઘણું સમજાવ્યા, પરંતુ મહારૂં ચિત્ત ભેદાણું નહીં. ઉલટું હું તેણીને બેલતી બંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust