________________ ( 56 ) શ્રી મુનિપતિ ચરિત્ર પાન કરાવતી હશે; તેથી આ પાણીનાં ટીંપાંઓ પડે છે. છેવટે રૂધિરના ટીંપાં એના ગાડા ચાલવા લાગ્યા, એટલે મેં ઉંચું જોયું તો તેણીનું મહા ભયંકર ચરિત્ર હારી નજરે પડયું ! તેથી તેણીને તત્કાળ ભૂમિઉપર પછાડીને, અને મહારૂં ખરું પણ ત્યાંનું ત્યાંજ મૂકીને હું નગર તરફ ભાગી ગયો! પછી પાપિણી તે સ્ત્રી પણ ખરું લઇ હારી પછવાડે દેડી; તેથી હું નાસતાં નાસતાં જેટલામાં નગરીના દરવાજામાં પેસું છું તેટલામાં દરવાજાની બહાર રહી ગયેલી હારી એક જંઘા તેણીએ ખવડે છેદી નાંખી, અને તે લઈને તત્કાળ નાશી ગઈ. પછી મને બહુ પીડા થવા લાગી, તેથી હું દુર્ગની રક્ષા કરનાર દ્વારવિની પાસે કરૂણસ્વરથી વિલાપ કરવા લાગ્યો એટલે દ્વારરક્ષકદેવિ હારી પાસે આવીને મને કહેવા લાગી કે - “હે વત્સ! આ ઉજજયિની નગરીની ક્ષિપ્રાનદીના ગંધર્વમશાણમાં રહેનારી શાકિનીની અને અમારી એવી મર્યાદા છે કે રાત્રીએ નગરીની બહાર રહેલા મનુષ્ય અથવા પશુને તેઓ લઈ જાય, અને જે નગરની અ દર હોય તેનું અમે રક્ષણ કરીએ. આ પ્રમાણે અમારી મર્યાદા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust