________________ (54) શ્રી મુનિપાત ચરિત્ર, ભય પામી તત્કાળ પાછા ઉપાશ્રયમાં પેસતાં નૈષિધિકાને સ્થાનકે “આતમાં એવો ઉચ્ચાર કર્યો. તે સાંભળીને અભયકુમારે પૂ છયું -“હે મુનિ ! જિનધર્મ પાલન કરનારને અતિભય ક્યાંથી ?" - તેવારે ધનદમુનિ કહેવા લાગ્યા કે –“ઉ. જ્જયિની નગરીની પાસેના એક ગામમાં પ્રિય નામનો એક ધનાઢય શ્રેષ્ટિ વસતે હતો, તેને ગુણસુંદરી નામની સ્ત્રી હતી, તેઓને ધનદ નામને હું પુત્ર હતો. અનુક્રમે હું જ્યારે યુવાવસ્થા પામ્યા, ત્યારે પિતાએ મને ઉજ્જયિની નગરીમાં એક કન્યા સાથે પરણાવ્યો. એકદા હારી સ્ત્રી પિયર ગઈ હતી, તેણુને તેડવા માટે હું ખર્ક લઈને ઉજ્જયિની ત૨ફ ચાલ્યો, અને સાંજ વખતે ત્યાંની મશાનભૂમિમાં જઈ પહોંચે તે વખતે સ્મશાનમાં એક શૂળીપર રડાવેલા પુરૂષની પાસે પોતાનું મુખ ઢાંકીને રૂદન કરતી એવી કેઈ સ્ત્રીને મેં દીઠી, તેથી હું પાસે જઈને તેણુને પૂછવા લાગે કે –હે ભદ્રે ! તું શા કારણ માટે રૂદન કરે છે?” તેવારે સ્ત્રીએ “હું દુઃખી છું” એમ ઉત્તર આપવાથી મેં તેને ફરીથી પૂછયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust