________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (55 ) ત્યારે શું દુઃખ છે? જે હોય તે કહે.” તેથી તેણીએ કહ્યું-“જે પુરૂષ દુઃખ મટાડી શકવા સમર્થ હોય તેની આગળ કહેવું એ યોગ્ય છે; માટે તને કહીને શું કરું ?" ત્યારે મેં ઉત્તર આપ્યો કે, “હું હારું દુઃખ મટાડવા સમર્થ છું.” તેથી સ્ત્રીએ કહ્યું –સાંભળ. “આ શુળી ઉપર ચડાવેલે પુરૂષ હારે પતિ થાય છે, તેને અપરાધી ઠરવાથી સજાએ શુળી ઉપર ચડાવેલે છે; પરંતુ હમણું સુધી તે જીવે છે, માટે તેના સારૂ ભેજન લાવી છું, છતાં હું તેને જમાડવા શક્તિવાન નથી, માટે જે તું મને હારા ખભા ઉપર ચડાવે તો હું હારા પતિને મ્હારા હાથથીજ ભેજન કરાવું. પરંતુ હું લજજાવાળી છું, માટે તેટલે વખત હારે ઉંચું જેવું નહીં.” રૂદન કરતી એવી તે સ્ત્રીનાં આવાં વચન સાંભળી મેં તેણીને મહારા ખભા ઉપર ચડાવી, એટલે તે તે શૂળીઉપર રહેલા પુરૂષના માંસના કકડા કરીને ખાવા લાગી. તેથી તેના રૂધિરનાં ટીંપાં મહારા વાંસા ઉપર પડવા લા વ્યાં. આ પ્રમાણે વારંવાર રૂધિરનાં ટીપાં પડતાં હતાં, પરંતુ મેં ઉંચું ન જેવાથી એમજ ધાર્યું કે, તે પોતાના પતિને ભેજન કરાવી રહ્યાથી જળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust