________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (75 ) હારી જંઘા દરવાજાની બહાર રહી જવાથી હું રક્ષણ કરવા સમર્થ થઈ નહીં, તોપણ હે ભદ્ર! હું હારી જંઘા સાજી કરીશ; માટે તું રૂદન કરીશ નહીં.” પછી તે દેવિએ મને ધિરજ આપીને હારી જંઘા સાજી કરી અને પોતે અદ્રશ્ય થઈ ગઈ. હું તે દેવિને વંદન કરી મારા સસરાના ઘર તરફ ગયે, ત્યાં તેના ઘરનું બારણું બંધ હોવાથી મેં છિદ્રમાંથી જોયું તો મારી સ્ત્રી અને સાસુ બન્ને જણાં માંહે માંહે વાત કરતાં ભજન કરતાં હતાં, તેથી હું તે સાંભળવા માટે ક્ષણવાર બહાર ઉભો રહ્યો. એવામાં હારી સાસુએ પૂછયું -“હે સુતે ! આજે આ માંસ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે, તેનું શું કારણ છે?” તેવારે પુત્રીએ ઉત્તર આપ્યો-“હે માત ! આ માંસ હારા જમાઇની જધાનું છે.” એમ કહીને તેણીએ પર્વની સર્વ વાત મારી સાસુને કહી સંભળાવી. - આ પ્રકારે તે બન્ને જણીઓની પરસ્પર થતી એવી વાતને સાંભળીને હે અભયકુમાર! હું અત્યંત ભયભિત થયે, ત્યાંથી ઘરે આવ્યો. પછી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મેં ચારિત્ર અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust