________________ (૩ર) શ્રી મુનિપતિ ચરિત્ર. હારી પૂજા કરતા હતા. પછી શ્રેણિકે કહ્યું:–“ભગવન્! છીંકનો સંબંધ કહો.” તેવારે પ્રભુએ કહ્યું- હે રાજન! અમને આ લેકમાં કર્મજન્ય દુઃખ છે, અને પરલેકમાં મોક્ષજન્ય સુખ છે; માટે દેવતાયે મને “મર.” એમ કહ્યું હતું. અભયકુમાર આ લોકને વિષે પરહિત કરનારે છે, અને પરલેકને વિષે સર્વાર્થસિદ્ધ દેવ કે જનાર છે; માટે દેવતાયે તેને “જીવ અથવા મર.” એમ કહ્યું હતું. વળી કાલકસૂરિઓ આ લેકને વિષે પાડાને વધ કરે છે, અને પરલોકને વિષે સાતમી નરકમાં જનાર છે; માટે દેવતાયે તેને મા જીવ, મા મર.” કહ્યું હતું અને તું આ લેકને વિષે ધર્મમાં આશક્ત છું, પરંતુ પરલેકને વિષે નરકગતિમાં જનાર છું; માટે દેવતાયે તને “ચિરંજીવ.” એમ કહ્યું હતું. ; આ પ્રકારનાં પ્રભુનાં વચન સાંભળીને શ્રેણિક રાજાયે પ્રભુને કહ્યું -“હે ભગવન્! મારે માથે તમારા સરખા ધણી છતાં મારી નર્કગતિ શી રીતે હોય? પ્રત્યે નર્કગતિથી મહારૂં રક્ષણ કરે. રક્ષણ કરે.” - રાજાનાં એવાં વચન સાંભળીને ભગવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust