________________ (કર) શ્રી મુનિપાત ચરિત્ર. અપાર એવી લક્ષ્મિનો ત્યાગ કરીને ફક્ત સ્ત્રીના કહેવાથી મૃત્યુને શરણ થવાની ઈચ્છા કે કરે? અર્થાત કોઈ ન કરે. આ પ્રકારનાં બાકડા અને બેકડીનાં વચન સાંભળીને રાજા મૃત્યુના સ્થાનથી પાછો ફર્યો, અને રાણી પણ પિતાનું ધાર્યું ન થવાથી તેની સાથે પાછી ગઈ.” હવે માવત, તેનો મિત્ર, અને મહાસેનાણિકા, એ ત્રણેની વચ્ચે થતી આ વાતને સાંભળીને મૃત્યુ અંગિકાર કરવાના નિશ્ચયથીગોખમાં ઉભેલી ચેલણારાણી પણ પોતાના અનુબંધ (મરણ)થી નિવૃત થઇ, અને તેણીએ પોતાને મળેલા હારથી જ સંતોષ માન્યો. એકદા દેવતાએ અર્પણ કરેલ તે હાર અકસ્માત દૈવગે તૂટી ગયે, તેના મોતીનાં છિદ્ર અતિ વક્ર હોવાથી તે હાર પરવવાને કોઈ પણ માણસ સમર્થ થયો નહીં; તેથી રાજાએ નગરને વિષે પટ વગડાવ્યો કે, “જે કોઈ માણસ આ હારને સાંધી આપશે, તેને રાજા એક લક્ષ દ્રવ્ય આપશે. પછી તે પટને સાંભળીને ને જીવિતની સ્પૃહાવિનાના એક મણિઆરે પોતાના પુત્રોને લક્ષ દ્રવ્ય પ્રાપ્ત થવાની ઇચ્છાથી તે હાર સાંધિ આપે. રાજાએ તેને અર્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust