________________ શ્રી મુનિપતિ ચરિત્ર. લક્ષ દ્રવ્ય પ્રથમથી આપ્યું હતું, પરંતુ હાર સાંધવાથી તત્કાળ મૃત્યુને પામેલા તે મણિઆરના પુત્રને રાજાએ બાકી રહેલું અર્ધલક્ષી દ્રવ્ય પાછળથી આપ્યું નહીં. અને મણિઆર પણ આર્તધ્યાનથી મૃત્યુ પામીને વાનર થયેલ . એકદા તે વાનર ફરતે ફરતે તે નગરમાં આવ્યો, ત્યાં પોતાનું ઘર જોઇને તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તેણે પોતાના પુત્રની પાસે આવીને અક્ષરે લખીને કહ્યું કે - હું તમારો પિતા આર્તધ્યાને મરણ પામીને વાનર થયો છું, રાજાએ તમને બાકી રહેલું અર્ધલક્ષ દ્રવ્ય આપ્યું છે કે નહીં?” તેવારે પુત્રોએ ઉત્તર આપ્યો કે -" અમને બાકી ૨હેલું અર્ધલક્ષ દ્રવ્ય મળ્યું નથી. એ ઉપરથી ઇંધયુક્ત થએલે તે વાનર ઉદ્યાનમાં ગયો. એવામાં ત્યાં ચેન્નણારાણી સખિઓસહિત ક્રિ ડા કરવાને આવી હતી, ત્યાં ક્રિડા કરી રહ્યા - પછી ચેક્ષણા વન્નાલંકાર ઉતારીને સ્નાન કરવા ગઈ, એવામાં પેલા વાનરે ગુપ્ત રીતે તે હાર લઈ લીધો અને પુત્રોને આપો. પછી ચેલ્લાએ હારના હરણની વાત રાજાને કહી, તે ઉપરથી રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું -“હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust