________________ (40) શ્રી મુનિપતિ ચરિત્ર, એકદા ઉષ્ણતમાં રાજા પોતાના શરીને બાવનાચંદનથી મર્દન કરી વસ્ત્રાલંકારવડે સુશોભિત કરતો હતો, તેવામાં તેણે એક ગરોળી અને તેણીના પતિની વાત સાંભળી. ગોળી પતિને કહે છે કે - “હે નાથ ! તમે આ ભૂપતિના ચંદનમાંથી મહારે માટે છે ચંદન લાવી આપે.” તેવારે પતિએ ઉત્તર આપ્યો કે, હું લાવી આપીશ નહીં; કારણકે તેમ કરૂં તો રાજા મહારૂં મૃત્યુ નિપજાવે. તેવારે ગાળીયે કહ્યું –“જો તમે ચંદન લાવી આપશે નહીં તો હું મૃત્યુ પામીશ.” ત્યારે પતિએ ફરીથી કહ્યું - “જો તું મૃત્યુ પામીશ તે હું બીજી સ્ત્રી લાવીશ.” આ પ્રકારનો ગાળી અને તેણીના પતિને વાદ સાંભળીને રાજાને હસવું આવ્યું, એટલે રાણીએ પછયું:–“હે નાથ ! તમને કારણવિના હસવું કેમ આવ્યું ? રાજાએ કહ્યું. પ્રિયે ! મને હસવું તો કોઈ કારણથી આવ્યું છે, પરંતુ તે કહી શકાય તેમ નથી; કારણ કે જે હું કહું તો તેથી હારૂં મરણ થાય તેમ છે.” ત્યારે રાણીએ કહ્યું -“તમે જે નહિ કહો તે હું મૃત્યુ પામીશ.” આ પ્રકારનાં રાણીનાં હઠનાં વચન સાંભળીને રાજાએ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust