________________ (36) શ્રી મુનિ પતિ ચરિત્ર. વિચાર કરે છે, તેટલામાં નિચેહસ્તિનો માવત, તેનો મિત્ર અને મહસેના ગણિકા તે ત્રણે જ ને તેણીયે કાંઈ વાતો કરતા દીઠા; એટલે વિચાર કરવા લાગી કે –“આ સર્વે શું વાતો કરે છે તે સાંભળું, પછી મૃત્યુ પામું. તેવામાં વેશ્યા માવતને કહે છે કે –“હે સ્વામિ ! મને હસ્તિનું ચંપકમાળા લાવી આપે, હું તેને ધારણ કરીને ઉત્સવને દિવસે બીજી વેયાઓ જ્યાં જાય છે ત્યાં જઈશ. પરંતુ જો તમે તે નહિં લાવી આપે તો હું તમને ત્યજી દઈ મૂત્યુ પામીશ.” તેવારે માવતે કહ્યું -“હૃારી મ૨જી પ્રમાણે કર, પણ હું તને ગજેનું ચંપક માળા આભરણ લાવી આપીશ નહીં; કારણકે જો તેમ કરૂં તે રાજા મને મારી નાંખે. પછી તેના મિત્રે કહ્યું -“જેમ બટુકે પલાશવૃક્ષને બા ન્યું, ત્યારે તે પોતાની મેળેજ પુષ્પવંત થયું; તેમ જે મેમલવચનથી સમજે નહીં, તે કઠેર વચનથી સમજે છે : તેવારે માવતે પૂછયું –હે મિત્ર તે બટુક કોણ હતો? તેવારે તેના મિત્રે કહ્યું—સાંભળ. “કોઈએક બ્રાહ્મણ દેશાંતર ગયા હતા, ત્યાં તેણે પ્રફુલ્લિત એવું પલાશવૃક્ષ દીઠું, તેથી તે વૃક્ષનું બીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust