________________ શ્રી મુનિ પતિ ચરિત્ર (17) થઈ એટલે માતા પિતાએ મને અધ્યાપક પાસે ભણવા મકલી, અનુક્રમે હું સર્વ કળાઓનો અભ્યાસ કરતાં કરતાં થાવન અવસ્થામાં આવી પહોંચી, ત્યારે મહારા પિતાયે કહ્યું -" જે પુરૂષ આનાં વચન પ્રમાણે કરશે અને કયારે પણ તેને ટુંકારે નહીં કરે તેને હું આ હારી પુત્રી પરણાવીશ.” તેથી ઘણા પુરૂષો જોયા, પ- . રંતુ તે વાત કઈયે કબુલ કરી નહીં. એવામાં આ નગરીના સુબુદ્ધિ નામના પ્રધાને “હું કયારે પણ તેને ટંકારા નહીં કરૂ ? એમ કબુલ કરવાથી પિતાયે મને તેની સાથે મોટા ઉત્સવપર્વક પરણવી. પ્રધાન પરણીને ઘેર આવ્યા પછી હું તેની સાથે દેવતાના સરખું સુખ અનુભવવા લાગી. પ્રધાન મહારી આજ્ઞાકારી હતો તેથી મેં તેને કહ્યું કે, “તમારે હમેશાં એ ઘડી દિવસ હોય ત્યારે ઘેર આવવું.” તે ઉપરથી પ્રધાન નિત્ય વહેલો ઘેર આવવા લાગ્યા. એમ કેટલાક દિવસે વિત્યા પછી તે વાતની રાજાને ખબર પડી, એટલે તેણે પ્રધાનને પૂછયું -“તું હમેશાં વહેલે ઘેર કેમ જાય છે? પ્રધાને ઉત્તર આપે –“પ્રિયાની આજ્ઞાથી.” આ પ્રકારનાં પ્રધાનનાં વચન સાંભળીને ઢોધયુક્ત થયેલા રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust