________________ ' ( 6 ) શ્રી મુનિપતિ ચરિત્ર. - એકદા તે નગરીના ગુણશિલ ઉદ્યાનમાં વિશમા તિર્થંકર શ્રી મહાવીરસ્વામિ સમવસય. ચોસઠ ઇંદ્ર પ્રમુખ ચાર પ્રકારના દેવતાયે ત્યાં સમવસરણની રચના કરી. મનુષ્ય, તિર્યંચ, દેવતા પ્રમુખ બાર પર્ષદા ધર્મોપદેશ સાંભળવા બેઠી. તે વખતે વનપાળકે શ્રેણિકરાજાને મહાવીર પ્રભુના આગમનની વધામણી આપી, તેથી પ્રસન્ન થયેલા શ્રેણિકરાજાયે તેને વસ્ત્ર, અલંકાર વિગેરે ઘણી ભેટ આપી. પછી શ્રેણિક રાજા ચતુરંગિણી સેના સહિત પરિવાર લઈ પ્રભુને વંદન કરવા ગયે, ત્યાં તે પ્રભુને દેખી પાંચ અભિગમન સાચવી, ત્રણ પ્રદક્ષિણ દઈ, નમસ્કાર કરી, યોગ્ય સ્થાનકે ધર્મોપદેશ શ્રવણ કરવા બેઠે. તે વખતે ભગવાને ભવ્યજીવોને પ્રતિધવાને માટે અમારસના સરખી દેશના દેવા માંડી. એવામાં કેઇએક કઢીઓ આવીને સમીપમાં બેઠેલા પ્રભુના ચરણ ઉપર પોતાના દેહનું પરૂ પડવા લાગ્યું, તેથી શ્રેણિક રાજા ઘણા ક્રોધાતુર થયે. એવામાં તે વખતે પ્રભુને છીંક આવી એટલે તે કેઢીએ બે -“મર.” પછી અભયકુમારને છીંક આવી. એટલે બોલ્યો-“જીવ અથવા મર.” અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust