________________ (24) : શ્રી મુનિપતિ ચરિત્ર, મને મારીને ગજરાજ પદ્ધિ ધારણ કરે. તેથી તે જેટલા હાથી ઉત્પન્ન થાય તેટલાને મારી નાંખતે, અને જેટલી હાથણી થાય તેટલીને જીવતી રાખો. એવામાં એક હાથણી ગર્ભવંતી થઈ, તેથી તે વિચાર કરવા લાગી કે,–“ ગજરાજ મહારા પુત્રને પણું મારી નાંખશે, માટે કાંઈ ઉપાય કરું.” એવું ચિંતવન કરીને તે પગે ખેડંગતી ચાલવા લાગી, યુથની સાથે જતાં તે પાછળ રહી જાય, તેથી રાત્રીયે ભેગી થાય, કઈ કઈ દિવસ તો બીજે દિવસે ભેગી થાય, અને ત્રીજે દિવસે પણ ભેગી થાય. એમ વિશ્વાસ પમાડીને તેણે પુત્રના જન્મ સમયે એક તાપસના આશ્રમમાં જઈને ત્યાં બચ્ચાને જન્મ આપ્યો, અને પોતે પાછી હસ્તિના યથમાં ચાલી ગઈ. પછીતપસ્વિઓએ તેઅચાનું પાલન કર્યું. ગજરાજનો પુત્ર આશ્રમના વૃક્ષને જળ સંચન કરતો, તેથી તેનું નામ સેચનક પાયું. - એકદા તે સેચનક પાણી પીવા માટે ગંગાનદીને કાંઠે ગયે, એવામાં તેને પિતા પણ પરિવારસહિત પાણું પીવા આવ્યું ત્યાં તે પિતા પુત્રને માંહે માંહે મહેસું યુદ્ધ થયું, તેમાં તે સેચનકે પિતાને માર્યો, અને પોતે ચૂથપતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust