________________ (12) શ્રી મુનિપતિ ચરિત્ર પ્રકારના પક્ષિઓનાં પિછાંવડે પોતાનું સર્વ શરીર ઢાંકી, રાતાં નેત્ર કરી, કાનને વિષે દિપક સરખાં પ્રકાશિત લેલક પહેરી, એક હસ્તમાં ખપર અને બીજા હસમાં ડમરૂ ધારણ કરી, ખેરના અંગારાની શગડી માથે લઈ ખડખડ હતી, પગે ઘૂઘરા વગાડતી, હસ્તન ચુડલાને ખખડાવતી, અને મુખથી જેમ તેમ બોલતી અંધારી ચાદશની રાત્રિએ પતિ જ્યાં ખળે હતું ત્યાં ગઈ, અને ત્યાં નૃત્ય કરતી, અને ગાર પાડતી અને મસ્તક ધ્રુણુવતી બોલવા લાગી:–“ તલ ખાઉં કે તિલભટ્ટને ખાઉં.” એ પ્રકારનાં વચન અને ચેષ્ટા જોઇ તિલભટ્ટ વિ. ચાર કરવા લાગે એટલામાં તો ડાકણના સ૨ખી તે સ્ત્રી તેની પાસે આવીને બોલી કે - “અરે ! ઝટ ઉત્તર આપ્ય, નહિં તો હમણું આ મહારા હસ્તથી હારૂં મસ્તક કાપી નાંખીશ.” તિલભદ્દે થરથર ધ્રુજતાં થકાં ઉત્તર આપે કે –“અરે દેવિ ! આવું ન બેલ.” તેણીએ કહ્યું:–“હું જગતમાં તિલભક્ષી નામની પ્રસિદ્ધ દેવી છું; માટે જે હારે જીવિતની ઈ ચ્છા હોય તે મને સર્વ તલ ભક્ષણ કરવાની રજા આપે છે, જેથી ત્યારે શરીરે ઉપદ્રવ ન થાય. P.P. Ac. Gunratrasuri M.S.