________________
મુનિજીવનની બાળપોથી-૩
કચાં એ આનંદઘનજીની આન ંદમસ્તી ! કયાં એ મહાપાધ્યાયજીની સ્વાધ્યાય પ્રીતિ! કાં એ દેવચન્દ્રજીની દ્રવ્યાનુયાગમાં રમણતા ! કયાં એ હરિભદ્રસૂરીશ્વરજીની શાસ્ત્ર પદાર્થોમાં ગહન ડૂબકીએ ! કયાં એ હીરસૂરીશ્વરજીની શાસ્ત્ર ચુસ્તતા ! અને કયાં કલિકાલ સર્વૈજ્ઞ ભગવંતની સત્ર.
૩
પેલા માનદેવસૂરીશ્વરજી મહારાજ – ચાવીસ કલાકના સખ્ત તાવ શરુ થયે, દિવસેાના દિવસે ગયા, પેાતાની જ પાસે તાવ ઉતારવાના મંત્ર હતા, પણ તેને ઉપયેગ એ સમયના પ્રતિક્રમણ વખતે જ કરીને તાવ ઉતારી દેતા હતા. પ્રતિક્રમણ પૂરું થાય એટલે તાવ ફરી પાછે પોતાના શરીરમાં પેસાડી દેતા હતા. હા, એ તાવ તેમના અનંત કર્માંના ક્ષય માટે જ ઉપકારી બનતા હતા.
માટે જ તેા હીર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ભાનુચન્દ્રજી મહારાજા – મહારાજા અકબરને નિત્ય દેશના સંભળાવતા હતા. એકવાર પેાતાના ઉપદેશગુરુ રાત્રિના સમયમાં શું કરી રહ્યા છે. તે જાણવા માટે મહારાજા અકબરે પોતાના ઝરુખામાંથી બાજુમાં જ અપાયેલા ઉતારામાં ડોકિયું કર્યું ! તે વખતે ખુલ્લા શરીરે પોતાના ઉપદેશક ગુરુને કાયાત્સગ માં ઉભેલા જોયા. મહામાસની એ કડકડતી ઠં‘ડીમાં ભાનુચન્દ્રજી મહારાજ આવી સાધના સાધી રહ્યા હતા - તે જોઈ ને અકબરની નસનસમાં જૈન ધર્મ પ્રત્યેનું ગૌરવ ઊભરાવા લાગ્યું –
અને અવધૂત આનંદઘનજી ગૃહસ્થાની રાખી કે ખુશામત