________________
કેટલીક “ઇતિહાસકથાઓ
૩૭ કદી – સંકટમાં પણ જૂઠું બોલ્યો નહતો, જૂઠું ન બોલવાનો તેને નિશ્ચય હતો. રાજાની આવી દશા જોઈ વિશ્વામિત્રના હદયમાં કરુણ ઊપજી (નિવૃત). સાચે બ્રાહ્મણ દયાહીન હોય જ નહીં. બીજાની પીડા જોઈ જેનું હૃદય દ્રવે તે જ સાચો બ્રાહ્મણ. પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણું એ તે બ્રાહ્મણનું પરમ ધન. રાજાની ઈચ્છાથી, તેની પાસે યજ્ઞ કરાવવાની ને તેમાં પોતે પુરોહિત થવાની ઋષિએ હા પાડી. દેશદેશથી બ્રાહ્મણોને બેલાવી લાવવા શિષ્યોને મોકલ્યા. વસિષ્ઠના પુત્રાએ આંખ રાતી કરીને કહ્યું: “જ્યાં પુરોહિત ક્ષત્રિય–ને તે પણ વળી ચાંડાલને યજ્ઞ કરાવનાર હોય ત્યાં દેવો એનો હવિ કેવી રીતે ખાશે? અને મહાત્મા બ્રાહ્મણો ચાંડાલનું ભોજન ખાઈને સ્વર્ગ કેવી રીતે જશે?'૮ પણ આવો મત ધરાવનારમાં વસિષ્ઠપુત્રો એકલા હતા. બીજા તે બધા દેશોમાંથી બ્રહ્મવાદી ઋષિઓ આવ્યા. વિશ્વામિત્રનું વચન પાછું ઠેલવાની કોઈની હિંમત નહોતી. તેમણે કહ્યું: “યજ્ઞ થવા દે. બધા પિતપોતાને કામે લાગી જાઓ.” એમ કહી મહર્ષિઓએ યજ્ઞની બધી ક્રિયાઓ કરી. વિશ્વામિત્ર યજ્ઞમાં પુરોહિત થયા. મામાં નિષ્ણાત એવા ઋત્વિજોએ બધા કર્મો યથાવિધિ સાંગોપાંગ ર્યા. દે ભાગ લેવા ન આવ્યા. વિશ્વામિત્રે પોતાના તપના પ્રભાવ વડે ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યો, ને ઈકે તેને પાછો કાઢ્યો. ખાસ જાણવા જેવું તો એ છે કે તેમ કરવાના કારણમાં એમ ન કહ્યું કે “તું ચાંડાલ છે.” પણ કહ્યું કે “તને ગુરુએ શાપ આપ્યો છે, માટે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. તું ઊંધે માથે નીચે પડ.”૧૦ વિશ્વામિત્રે અંતરિક્ષમાં નવી સૃષ્ટિ રચી. દેવોએ કહ્યું : “એને ગુરુને શાપ છે, માટે એ સદેહે સ્વર્ગમાં નહીં આવી શકે.” દેવોએ વિશ્વામિત્રની સ્તુતિ કરી. ઋષિ માની ગયા, ને ત્રિશંકુ અંતરિક્ષમાં કાયમને માટે તારો બનીને રહ્યો. આ કથામાં ચાંડાલ વિકરાળ રૂપવાળો હાઈ ધૃણાપાત્ર છે, પણ અસ્પૃશ્ય નથી; તેના યજ્ઞમાં બ્રાહ્મણોએ ઘણી સંખ્યામાં ભાગ લીધે છે; દેવોએ તેને ચંડાલત્વનું બહાનું આગળ ધર્યું નથી; અને રાજા ચંડાલ બન્યો હોવા છતાં તેના વંશજો પર જરાયે કલંક લાગ્યું નથી, વંશને મહિમા જરાયે ઝાંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com