________________
બીજ સાધુસ
ર૭૭ એ વર્ગમાંથી બાતલ રાખવા પડે. ભક્તોને એણિક સુખ મળે એવી બાંહેધરી ઈશ્વરે આપી નથી. ઘણી વાર ભક્તને ઈહલેકમાં દેખીતું દુઃખ જ વેઠવા વારે આવે છે. આદિપુરાણમાં ભગવાને કહ્યું છે: “હે પાર્થ! હું જેના પર સન્તુષ્ટ થાઉં છું તેનું ધન હરી લઉં છું. તેનાં સગાંવહાલાં જેડે તેને વિચ્છેદ કરાવું છું. તેના જીવનમાં સર્વ પ્રકારનાં કષ્ટો ઊભાં કરું છું. પણ હું તે જેના પર સન્તુષ્ટ થાઉં છું તેને અવ્યય પદ આપું છું.’૩૪ પણ ભકતો એમ માને છે ખરા કે જગતમાં જે કંઈ પ્રવૃત્તિ બીજા કરે છે કે આપણે કરીએ છીએ તે પ્રવૃત્તિ પરમાત્મા કરે છે યા કરાવે છે. દાખલા તરીકે, રામાનુજે કહ્યું છે: “પોતીકા આત્મારૂપી કર્તા દ્વારા, પિતાની જ ઇન્દ્રિયો વડે, પોતાની આરાધનારૂપી એક જ પ્રયજન માટે, પરમ પુરુષ – સર્વ આત્માઓ જેનાં અંગરૂપ છે, ને જે સહુને અંગી છે તે પોતે જ પોતાનાં કામ કરાવે છે. ૩૫ તેમ જ ગાંધીજીએ કહ્યું છે કે, એ ઈશ્વરને “હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છવાસનો સ્વામી ગણું છું, તેને હું મારા નિમકને દેનાર ગણું છું. આ અર્થમાં ભક્તો દરેક ઘટનાની પાછળ ઈશ્વરને હાથ ને તેની કૃપા જુએ એ જુદી વાત છે. | સર્વ યુગના ને સર્વસંપ્રદાયના ભક્તોએ જે એક વાત સર્વોનુમતે કહી છે તે વર્ણનું, જાતિનું કે બીજી કઈ ચીજનું અભિમાન છોડવાને લગતી છે. ભક્તો તો ભગવાન આગળ કહે છે કે “તારા વિના અમે પતે તે સાવ તણખલાને તોલે છીએ.'૩ ઈશ્વરના ધામમાં વળી ઊંચનીચભાવ કેવો? માણસે રાજા હોય કે રંક, સહુ એ સર્વેશ્વર અને રાજાધિરાજની આગળ તે ભિખારી છે. બ્રાહ્મણ એમ કેમ માને કે હું ઊંચે ને બીજા નીચા? ૨૯ હજાર ફૂટ ઊંચા ગૌરીશિખર આગળ ઊભું રહીને એક માણસ કહે કે ફલાણે પાંચ ફૂટ બે ઈંચ ઊંચો છે, ને હું પાંચ ફૂટ ચાર ઇંચ છું, માટે હું એનાથી ઊંચું છું,” એના જેવી જ હાસ્યાસ્પદ દેવમંદિરમાં કરેલી ઊંચાનીચાની હુંસાતુંસી છે. ભક્તિમાર્ગના પ્રન્થ આપણને ડગલે ડગલે આ વાતનું ભાન કરાવે છે, ને દીનતા ધારણ કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com