________________
૩૧૨
મરિવેશ અને શાસે, વિલમન્દિર છે. તે સરકારી માલિકીનું હોઈ હરિજને માટે ખુલ્લું છે. હકીકતમાં હરિજને ત્યાં જાય છે પણ ખરા. તેની સાથે હરિજનેતર જનતા – પુરુષ, સ્ત્રીઓ, બાળકે – પણ મોટી સંખ્યામાં જાય છે. અનેક ભાવિક વૈષ્ણવોને પણ આ મન્દિરમાં જતા જાણેલા છે. ત્યાં પૂજા વગેરે બીજા મન્દિરની પેઠે જ વિધિપૂર્વક થાય છે. દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય શ્રીઅભિનવસચ્ચિદાનન્દ સ્વામી
જ્યારે વડોદરે પધારે છે ત્યારે તેઓશ્રીને મુકામ આ મન્દિરમાં થાય છે. મન્દિરમાં વિશાળ ઓસરીઓ ને ચગાન હોવાથી કથાકીર્તને પણ ચાલે છે. તે જ જગાએ અનેક મહામંડલેશ્વરનાં વ્યાખ્યાને પણ થયેલાં છે. હરિજને ત્યાં આવે છે એ કારણે મન્દિરની લોકપ્રિયતામાં ઘટાડે થયે હેાય એવું જોવામાં નથી આવતું. આ બાબતમાં શારદાપીઠના શ્રીશંકરાચાર્ય જેવા ધર્માચાર્યો તથા અનેક મહામંડલેશ્વર જેવા ધર્મવેત્તાઓએ જે સારું દષ્ટાન બેસાડેલું છે તે ખરેખર અનુકરણ કરવા લાયક છે. •
કેલ્હાપુરના શ્રીમંત છત્રપતિ મહારાજા સાહેબે પણ ૧૯૩૨ના સપ્ટેમ્બરમાં જાહેરનામું બહાર પાડ્યું, તેમાં જણાવ્યુંઃ -
હવે પછી કોઈ પણ જાતિઓને અસ્પૃશ્યના વર્ગ માં મૂક્વાની જરૂર નહીં રહે અને તેથી હુકમ કરવામાં આવે છે કે અસ્પૃશ્ય એ વર્ગ જ કાઢી નાખો. હવે પછી હિંદુઓના સર્વ વર્ગોને શ્ય ગણવામાં આવશે; અને સર્વ હિંદુઓને મનિરોમાં પ્રવેશ કરવાને, તથા જાહેર નળ, કુવા, તળાવ, ધર્મશાળા વગેરેનો વાપર કરવાને, સરખે હક રહેશે.”
આમ દેશી રાજ્યમાં વડોદરા અને કોલ્હાપુરે હરિજનના મન્દિર પ્રવેશની બાબતમાં પહેલ કરી એમ કહી શકાય. ૧૯૩૩ના જુલાઈમાં, રાજપુતાનામાં આવેલા ઝાલાવાડના મહારાજ-રાણા સાહેબે જાહેર કર્યું. કે “હરિજને સ્વચ્છ કપડાં પહેરીને આવશે તે મારાં મદિરોમાં બીજાઓની પેઠે જ આવીને દર્શન કરી શકશે.’ દક્ષિણ ભારતમાં આવેલા સાંદુરના રાજા મરાઠા છે. તેમણે રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કર્યાનું જાહેરનામું તે ૧૯૩રના નવેંબરમાં કારેલું; પણ હરિજનોએ તેનો લાભ લઈને પહેલે મન્દિરપ્રવેશ ૧૯૩૩ના ઑગસ્ટમાં, સાંદુરના કાર્તિકસ્વામીને મન્દિરમાં, કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com