________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા કેટલાંક મન્દિરના ટ્રસ્ટીઓ પોતાને હસ્તક રહેલાં મંદિર ઉઘાડવા માગે છે, પણ અદાલતના ચુકાદા તેમને તેમ કરતાં રેકે છે, એવું જણાયાથી મુંબઈની ધારાસભાએ ૧૯૩૮માં મંદિર પ્રવેશને લગતો કાયદો પસાર કર્યો. તેમાં આવા પ્રગતિશીલ ટ્રસ્ટીઓને, તેઓ ઈચ્છે તે, મંદિરે ખુલ્લાં મૂકવાની પરવાનગી અપાઈ, અને એ રીતે કાયદાનું નક્તર દૂર કરવામાં આવ્યું. આમ એકલા મુંબઈ શહેરમાં જ, ૧૯૩૯ સુધીમાં જે મંદિરે હરિજને માટે ખૂલેલાં જાહેર થયાં તેની યાદી આ પુસ્તકના પરિશિષ્ટમાં આપેલી છે.
૧૯૩૯ના જુલાઈમાં મદુરાનું પ્રસિદ્ધ મીનાક્ષીમંદિર ખૂલ્યું. દેશી રાજ્યો સિવાયના મુલકમાં ખુલ્લું થનાર એ પ્રથમ મોટું મંદિર હતું. એ પ્રસંગે ગાંધીજીએ લખ્યું:
“અસ્પૃશ્યતા સામેની જેહાદમાં તથા હરિજને માટે મંદિરે ખુલ્લાં કરાવવાની ચળવળમાં આ એક અવલ દરજજાની મજલ થઈ કહેવાય. ત્રાવણકોરમાં રાજ્યનાં મંદિર ખુલ્લાં મૂનારે ઢઢેરે અલબત્ત એક મોટી મજલ હતી, પણ એ દાખલાની પાછળ તે મહારાજાની સરમુખત્યારીની બીના હતી. . . . મદુરાના પ્રખ્યાત મંદિરનું ખુલ્લું મુકાવું એના કરતાં પણ વધુ મહાન બીના એટલા સારુ છે કે પ્રજાના સંકલ્પબળનું એ શુભ ફળ છે. મીનાક્ષી મંદિરમાં જનારા ભક્તજનમાં એ નિશ્ચયપૂર્વકનો મતપલટો સૂચવે છે... આ મહામંદિરની પાછળ દક્ષિણનાં બીજા અનેક પ્રખ્યાત મંદિરની ભેગળો ભાંગશે અને તે હરિજને માટે ખુલ્લો મુકાશે, એવી આશા આપણે રાખીએ.” (હરિજનબંધુ, ૨૩-૭-'૩૯)
આ પછી બીજે જ મહિને, એટલે કે ૧૯૩૯ના ઓગસ્ટમાં, તંજાવરની વડીલ શાખાના રાજા અને તંજાવર મહેલ દેવસ્થાનોના વંશપરંપરાગત વાલી રાજાશ્રી રાજારામ રાજાસાહેબે તારના શ્રીબહદીશ્વરવાળા નામાંકિત મંદિર સુધાં, પિતાની દેખરેખ નીચેનાં, કુલ ૯૦ મંદિરો હરિજનેને સારુ ખુલ્લાં જાહેર કર્યા.
મધ્યયુદ્ધનાં વરસ દરમ્યાન આ પ્રવૃત્તિ રોકાઈ ગયેલી, તે પાછી ગમે વરસે મહાસભાનું પ્રધાનમંડળ હોદ્દા પર આવ્યા બાદ ઘણા જ જોરથી ઊપડી છે. છેલ્લા એક વરસથી ભાગ્યે જ કોઈ મહિને એવો ખાલી ગયો હશે જેમાં કોઈ ને કોઈ મોટાં મંદિરોમાં
મં–૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com