________________
૨૩૨ મંદિર પ્રવેશ અને શાસે
૧૦. પુષ્ટિમાર્ગ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં તે, મૂળ સંસ્થાપકામાં વચને અનુસાર, વિશેષ કરીને અસ્પૃશ્યતાને તથા મંદિરપ્રવેશના નિષેધને સ્થાન નથી.
૧૧. જૈન અને બૌદ્ધ ધર્મ જન્મથી નહીં પણ કર્મથી જાતિ માનનારા છે. એટલે જેને જે કંઈને જન્મથી ચાંડાલ ને અસ્પૃશ્ય માને, તે તે જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તથી વિરુદ્ધ ગણાય.
૧૨. અસ્પૃશ્યતા ઈશ્વરે સરજેલી નથી, પણ માનવીની સરજેલી છે; અને રાજ્યના અમલદારો મનમાં આવે તેને અસ્પૃશ્ય બનાવે છે, ને અસ્પૃશ્યોમાંથી મનમાં આવે તેને પાછા સ્પૃશ્ય વર્ગમાં નાખે છે; એ જોવા માટે વસ્તીપત્રક જોવાની જરૂર છે. આમ અસ્પૃશ્યતા વધારવા ને કાયમ કરવામાં રાજ્યકર્તાઓએ પણ ઠીકઠીક ફાળો આપ્યો છે.
૧૩. અસ્પૃશ્યતા નાબૂદ કરવાની ગંભીર પ્રતિજ્ઞા હિંદુ સમાજના આગેવાનોએ આજે પંદર વરસથી કરેલી છે. એ પ્રતિજ્ઞામાં મંદિરપ્રવેશને પણ સમાવેશ થાય છે. એ પ્રતિજ્ઞા અનુસાર ત્રાવણકેરમાં તથા દક્ષિણ ભારતમાં બીજે, તેમ જ દેશના બીજા પણ જુદા જુદા ભાગમાં, સેંકડે મંદિરો હરિજનો માટે ખુલ્લાં થયેલાં છે. એમાંનાં કેટલાંક મંદિરો તે આખા ભારતમાં પ્રસિદ્ધ હેઈ મેટામાં મોટાં તીર્થોમાં તેમની ગણના થાય છે. એ મંદિરમાં હરિજનેને પ્રવેશ અપાયે એને લીધે નથી પૂજારીઓએ વિરોધ કર્યો, નથી મંદિરમાં જનારાની સંખ્યામાં ઘટાડે થયો, નથી હરિજનેએ એ છૂટને દુપયોગ કર્યાની ફરિયાદ થઈ, કે નથી બીજે કશો ઉત્પાત થવા પામ્યો.
૧૪. મંદિરોના વહીવટ અને રીતરિવાજ ઉપર રાજસત્તા હંમેશાં અંકુશ રાખતી આવી છે, એમ બતાવનારા પુષ્કળ ઐતિહાસિક પુરાવા છે. માણસને પોતાના ઘરમાં ગમે તે રીતે વર્તવાની છૂટ છે. મર્યાદા એટલી કે એનાથી બીજા માણસની એવી જ છૂટમાં દખલ ન થવી જોઈએ. પણ સાર્વજનિક સ્થળો – જેના પર સમાજની માલિકી છે, જેને સમાજ તરફથી કોઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com