________________
મદિરપ્રવેશ અને શાસે અધ્યયન સેંકડો વરસથી ચાલુ ન રાખ્યું હેત. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનન્દ, તિલક, રવીન્દ્રનાથ, માલવીયજી, ગાંધીજી, આનંદશંકર, ભગવાનદાસ, રાધાકૃષ્ણન – આમના કરતાં વધારે પવિત્ર, પુણ્યશાળી, ને વિદ્વાન પુરુષો બીજા કયા આપણા ધર્મે અર્વાચીન યુગમાં ઉત્પન્ન કર્યાં છે ? એને માટે તે આપણે હિંદુ તરીકે ગર્વ લઈએ છીએ. એ સહુએ એક અવાજે કહ્યું છે કે “આ અસ્પૃશ્યતા જવી જ જોઈએ.”
૧૯૩૨માં હિંદુ ધર્મ અને સમાજના ટુકડા થવા બેઠા હતા ત્યારે ગાંધીજીએ પોતાનો દેહ હેડમાં મૂક્યો. પરિણામે હિંદુ ધર્મ એ અંગવિચ્છેદમાંથી ઊગરી ગયે. ગાંધીજીએ કહ્યું: “જે અસ્પૃસ્યતા છે તે હિંદુ ધર્મ મરી જશે, અને જે હિંદુ ધર્મને જીવવું હોય તે અસ્પૃશ્યતાને મરવું પડશે.”૧૨ તે જ વખતે હિંદુ સમાજના આગેવાનોએ પ્રતિજ્ઞા કરી કે અસ્પૃશ્યતાને નાશ થવો જ - જોઈએ. તે વેળા ગાંધીજીએ લખ્યું: “એ પ્રતિજ્ઞાનું પાલન પ્રતિક્ષણ થયાં જ કરશે એ વિશ્વાસે મેં ઉપવાસ છોડ્યો. એ પાલન કરવામાં મારે દેહ સુથીરૂપે હતો અને આજે છે.”૧૩ આજે જ્યારે હિંદુ સમાજને માથે ફરી સંકટ તોળાઈ રહેલું છે ત્યારે તેમણે ફરી આપણને ચેતવણું આપી છે.
આજે હિંદુ સમાજના ઘણું જ મોટા ભાગના મતથી જે સભ્ય પ્રાન્તિક ધારાસભામાં ગયેલા છે તેમણે ચૂંટીને મોકલેલા, લેકપ્રતિનિધિ સભાના સભ્યોએ એકમતે ઠરાવ કર્યો છે કે દેશના ભાવિ રાજ્યબંધારણમાં અસ્પૃશ્યતાને કોઈ પણ રૂપમાં માન્યતા નહીં આપવામાં આવે. બહુજનસમાજે એ હાકલને કેવી ઝીલી લીધી છે, એને જીવતાજાગતે પુરાવો દક્ષિણ ભારતે હજુ હમણાં જ આપ્યો છે.
આપણું ધર્મને સારુ આ શુભ ચિહ્ન છે. કેટલાંક સૈકાના લાંબા શિયાળા પછી આપણે હિંદુ ધર્મની અનેક નવસર્જનભરી વસમાંની એક આજે આપણે નજર આગળ ખીલતી જોઈ રહ્યાં છીએ. આપણું પ્રાચીન ધર્માને આપણે નવી આંખે જોવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com