Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 358
________________ મંદિર પ્રવેશ અને શા અંગ તે બાહ્ય વિધિ, આચાર, રૂઢિ વગેરેને લગતા નિયમો છે. આ ધર્મનું ગૌણ અંગ છે, ને તેમાં સમય અનુસાર ફેરફાર થયાં જ કરે છે. વળી આપણે જે પ્રશ્નની વાત કરીએ છીએ તેમાં તે ભૂલ સુધારવાની વાત છે, રૂઢિને છેડી શાસ્ત્રને અનુસરવાની વાત છે. આટલા કાળ શાસ્ત્રને ન અનુસર્યા ને હવે કેમ અનુસરીએ, એવી દલીલ કંઈ સુજ્ઞ માણસ કરે ? “જાગ્યા ત્યાંથી સવાર.' દક્ષિણ ભારતના બ્રાહ્મણોમાં કંઈ આચારની કડકાઈ થડી હતી? પણ અસ્પૃશ્યતાના પાલનમાં ભૂલ છે એમ દેખાતાં તેમણે જૂનો રસ્ત છેડી નો લીધો જ કેની ! - આજે રૂઢિ આપણી પીઠ પર સવાર થઈ બેઠી છે એ ખરું છે. પણ એ રૂઢિને આપણે પીઠ પરથી ઉતારવી જોઈએ. હિંદુ ધર્મ કદી રૂઢિને દાસ બન્યો નથી. “વિચાર લે કે આચાર, એકેની બાબતમાં એકરૂપ, સ્થિરસ્થાવર, અચલાયતન હિંદુ ધર્મ જેવી કોઈ ચીજ કદી હસ્તીમાં હતી જ નહીં.... તેના ગત ઈતિહાસ પરથી આપણને એમ માનવાને પ્રોત્સાહન મળે છે કે વિચારના ક્ષેત્રમાં કે ઈતિહાસના ક્ષેત્રમાં, ભવિષ્યમાં કંઈ પણ ભીડનો પ્રસંગ ઊભો થશે તે હિંદુ ધર્મ તેને પહોંચી વળવાનું સામર્થ્ય ધરાવે છે. કુદરતમાં દર વરસે વસંતઋતુમાં શું બને છે તે જુઓ. આખી વનસ્પતિસૃષ્ટિ જૂનાં પાંદડાંને લેબાસ તજી નવાં ધારણ કરે છે. આ ક્રિયા ધર્મમાં પણ ચાલવી જોઈએ. અનેક કુરૂઢિઓ ધર્મમાં ઘૂસી જાય છે. તેને કાઢવાનું સામર્થ્ય દરેક ધર્મ કેળવવું જોઈએ. મૂળ પ્રાણનું સંગોપન કરી બાહ્ય કલેવરમાં ફેરફાર કરવાની શક્તિ તેનામાં આવવી જોઈએ. આ ધર્મ જ સનાતન ધર્મ બની શકે છે. જે ધર્મો પોતાના સ્વરૂપનાં શોધન અને પરિષ્કાર નથી કરતા, જૂને કચરો અવારનવાર ફેંકી નથી દેતા તે અવનતિ, ને ક્યારેક નાશ પણ, પામે છે. અવનતિ પામતા સર્વ ધર્મોનું લક્ષણ એ છે કે તેઓ કશું ભૂલતા નથી ને કશું ફેંકી દેતા નથી. પરિણામ એ આવે છે કે જુગજૂની, ને ઘણીવાર એકબીજાની વિરોધી એવી, પ્રણાલિકાઓના ઢગ જામી જવાથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376