________________
દક્ષિણ ભારતમાં ઉઘડેલાં મંદિરે ૩૪૩ ૪. મદ્રાસ નજીક આવેલા કાંજીવરમ ( કાંચી)નાં, વૈષ્ણવ તેમ જ શિવ બને સંપ્રદાયનાં, પ્રચંડ મંદિર.
૫. કુંભકોણમ, માયાવરમ, તંજાવર, શહેરનાં તથા તંજાવર જિલ્લાનાં બીજા ગામનાં અનેક મંદિરે. .
આ બધાં યાત્રાનાં ધામ છે, ને ત્યાં આખું વરસ હજારો લોકો ભેળા થાય છે. હકીકતમાં હું તમને કહું કે એવું એકે અગત્યનું મંદિર થી જે હરિજને માટે ખુલ્લું મુકાયું ન હોય; અને આજે એમને આ બધાં મંદિરોમાં જવાનો હક મળે છે. તામિલનાડમાં બીજાં બે ઘણું પ્રસિદ્ધ મંદિરોનાં નામ આપવા જેવાં છે
-પાલનીમાં ઊંચી ટેકરી પર આવેલું મંદિર, અને ટિનેવેલી જિલ્લાના તિરુપેંદુર ગામમાં સમુદ્રકાંઠે આવેલું મંદિર. આ પણ હરિજન માટે ખૂલ્યાં છે; તેમ જ ટિનેવેલી જિલ્લામાં આવેલાં બીજા પ્રસિદ્ધ મંદિરો પણ. આ તમારી જાણ માટે.
આપણને ૧૫મી ઑગસ્ટથી આઝાદી મળી, અને તે પહેલાં હરિજનને મંદિર પ્રવેશ થયે, એથી મને ઘણો જ આનંદ થયો છે, એ કહેવાની જરૂર નથી,
લિ. રાજનની
શુભાશિષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com