________________
દક્ષિણ ભારતમાં ઊઘડેલાં મંદિરે [દક્ષિણ ભારતમાં ગયા ઢેક વરસ દરમ્યાન હરિજનો માટે ખૂલેલાં મંદિરની યાદી મોકલવા મેં મદ્રાસ સરકારને વિનંતી કરી હતી. તેના જવાબમાં ત્યાંના પ્રધાન ડૉ. રાજનને નીચેને કાગળ મળ્યો છે. ડૉ. રાજન મદ્રાસ પ્રાંતના વયોવૃદ્ધ મહાસભાવાદી છે, અને ઘણા વરસ સુધી તામિલ નાડ હરિજન સેવકસંઘના પ્રમુખ હતા. મૂળ કાગળ અંગ્રેજીમાં છે; તેને અનુવાદ અહી આપ્યો છે. ચ ]
ફૉટા સેંટ જજ, મદ્રાસ
૨૩-૮-૧૯૪૭ પ્રિય ચંદ્રશંકર,
હું હમણાં જ પ્રવાસમાંથી પાછો ફર્યો ત્યાં તમારો કાગળ જે. અમારા વડા પ્રધાન, જેમના હાથમાં દેવસ્થાન ખાતું છે, તેમને દિલ્હી અને મદ્રાસ વચ્ચે દોડધામ કરવી પડે છે. તેને લીધે તમે મંગાવેલી યાદી તેઓ મોકલી શક્યા નથી. હું ઓફિસને સૂચના આપું તે એ કામ થાય; પણ હું હવે ઓફિસની એ ઘરેડમાં ઊતરવા માગતો નથી, કેમ કે એમ કરવા જતાં તમે માગેલી યાદી તમને એકલતાં ઘણે વખત નીકળી જાય. એટલે હરિજનો માટે ખુલ્લાં મૂકવામાં આવેલાં મન્દિરોનાં નામ હું જ તમને લખી મોકલું છું. એ બધાં મંદિરની પ્રતિષ્ઠા આ પ્રાંતની બહાર પણ ફેલાયેલી
૧. મકાસ શહેરનાં તમામ મંદિર–પ્લિીન અને મિલાપર નાં પ્રસિદ્ધ દેવાલ સહિત.
૨. તિરુપતિમાં ટેકરી પર આવેલું શ્રીકટેશ્વરનું મંદિર. આ મંદિર આખા ભારતમાં ઘણું પ્રસિદ્ધ છે.
૩. શ્રીરંગમમાં આવેલું શ્રીરંગનાથનું સુપ્રસિદ્ધ મંદિર, તથા ત્રિચિનાપલ્લી જિલ્લામાં, ને તેની આજુબાજુમાં આવેલાં સર્વ મંદિર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com