________________
૩ર૬
મદિરપ્રવેશ અને શાસે. બાકીની અડધી મંદિરના મૂળ સ્થાપક શ્રી. મેરિયા ગેસાવીના વારસોને વહેચી આપવી. ઈ. સ. ૧૭૭–૭૮માં એ જ ચુકાદો પેશવાએ સતારા જિલ્લાના એક દેવસ્થાનની બાબતમાં આપેલ. પરાણે ધર્માતર કરાવાયેલા માણસના દાખલા શિવાજી મહારાજ પાસે આવ્યા, ત્યારે એ માણસને ફરી હિંદુ ધર્મમાં કેવી રીતે લેવા તેને નિર્ણય કરવાનું કામ તેમણે પંડિતરાવ (ધર્મ ખાતાના પ્રધાન)ને સેપેલું. આ બધા દાખલા વિગતો સહિત મહામહેપાધ્યાય કાણેએ ટાંકેલા છે."
આ ઉપરાંત, મંદિરે ને દેવસ્થાનના વહીવટમાં, રિવાજોમાં ને વિધિઓમાં રાજ્ય પિતાનું ધાર્યું કરાવ્યાના થોકબંધ દાખલા ભારતના ઈતિહાસમાં પડેલા છે. દાખલા તરીકે ત્રાવણકોરના મહારાજાએ દેઢ હજાર મંદિરે એકે સપાટે ખુલ્લો મૂક્યાં એ કંઈ તેમનો પ્રથમ “હસ્તક્ષેપ’ ન હતો. એવો “હસ્તક્ષેપ” તેઓ અગાઉથી કરતા જ આવેલા; અને એવો “હસ્તક્ષેપ' કરીને તેમણે મન્દિરના પૂજાવિધિમાં તથા ધાર્મિક રિવાજોમાં ફરક કરાવેલા. દાખલા તરીકે દેવી મંદિરમાં થતે પ્રાણવધ ૧૯૨૫માં બંધ કરાવ્ય મંદિરમાં દેવદાસીની અતિ હીન પ્રથા ચાલતી હતી તે ૧૯૩૧માં ખાસ હુકમ કાઢીને બંધ કરાવી; કેટલાંક મંદિરમાં ઉત્સવ વખતે બીભત્સ ગીત. ગાવાને રિવાજ હતો તે ૧૯૯૭માં ફરમાન કાઢીને બંધ કરાવ્યો; ચકળ નાયર નામની કામને ઘણું મંદિરમાં પ્રવેશની મનાઈ હતી તે મહારાજાએ ૧૯૧૮માં રદ કરી એ કામને મંદિર પ્રવેશનો હક આયો; દરિયાપારની મુસાફરી કરનારને મંદિર પ્રવેશની છૂટ નહેતી (દા. ત. ગાંધીજી ૧૯૨૫માં ત્રાવણકોર ગયા ત્યારે તેઓ — વિલાયત જઈ આવેલા હોવાને કારણે – કન્યાકુમારીને મંદિરમાં જઈ શક્યા નહોતા), તે રિવાજ રાજ્ય બંધ પાળ્યો; કેટલીક જગાએ (દા.ત. વાઈકમમાં) મંદિર નજીકના રસ્તાઓ પર હરિજનોને જવાની મનાઈ હતી, તે મનાઈ રદ કરી; મંદિરને વહીવટ સીધી રીતે પોતાના હાથમાં લીધો, ને મંદિરોની મિલકત ઉપરથી સંચાલકોની સુવાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com